જો તમારી પાસે ડિગ્રી હોવા છતા નોકરી ન મળતી હોય અથવા તમે નોકરીથી કંટાળી ગયા હોય અને કોઈ એવો ધંધો શરૂ કરવા માગતા હોય તો આજે અમે તમને એક સરસ આઈડિયા આપી રહ્યા છીએ, જેના માધ્યમથી તમે સારી કમાણી કરી શકો છો. આ ધંધો એવો છે જેની ગામથી લઈને મોટા શહેરો સુધી ખૂબ જ માંગ છે. નોંધનિય છે કે, ખેતીમાં રોકડિયા પાક ઉગાડીને તમે ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો. આ દિવસોમાં સરઘવાની(drumstick) ખેતીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં ઘણા ફાયદાકારક ગુણધર્મો છે. આ સિવાય તેની ખેતી પણ સરળતાથી કરી શકાય છે.
આજે અમે તમને ડ્રમસ્ટિક એટલે કે સરઘવાની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. સરઘવો એક ઔષધીય વનસ્પતિ છે. ઓછા ખર્ચે તૈયાર થતા આ પાકની વિશેષતા એ છે કે એક વાર વાવ્યા પછી ચાર વર્ષ સુધી તેમાથી લણણી કરી શકાય છે. આ ખેતી શરૂ કરીને, તમે સરળતાથી વાર્ષિક 6 લાખ એટલે કે માસિક 50,000 રૂપિયા કમાઈ શકો છો.
સરઘવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Moringa oleifera છે. સરઘવાની ખેતી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં થાય છે. ફિલિપાઈન્સથી લઈને શ્રીલંકા સુધીના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે. બંજર જમીન પર પણ તેની ખેતી કરી શકાય છે.
આ રીતે કરો શરૂઆત
સરઘવાની કેટલીક જાતોમાં વર્ષમાં બે વાર શીંગો તોડી શકાય છે. લગભગ 200-400 (40-50 કિગ્રા) સરઘવાની સિંગ આખા વર્ષ દરમિયાન દરેક છોડમાંથી મળી રહે છે. સિંગોની લણણી બજાર અને જથ્થાના આધારે 1-2 મહિના સુધી ચાલે છે. ફાઇબર આવે તે પહેલાં જ સિંગોની લણણી કરવાથી બજારમાં માંગ જળવાઈ રહે છે અને વધુ નફો પણ મળે છે.
વરસાદ અને પૂરના કારણે પણ કોઈ નુકસાન થયું નથી
વધુ કે ઓછા વરસાદને કારણે છોડને કોઈ નુકસાન થતું નથી, તે અનેક પ્રકારની પરિસ્થિતિઓમાં ઉગતો છોડ છે. એક એકરમાં લગભગ 1,200 રોપા વાવી શકાય છે. ડ્રમસ્ટિક પ્લાન્ટ વાવવાનો ખર્ચ લગભગ 50,000- 60,000 રૂપિયા હશે. સરઘવાનું ઉત્પાદન કરીને સરળતાથી 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકાય છે.