khissu

7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓને ફેબ્રુઆરીમાં મળશે સારા સમાચાર, DAમાં વાર્ષિક 2,32,152 રૂપિયાનો વધારો થશે

ફેબ્રુઆરી મહિનો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીઓ લઈને આવ્યો છે. જાન્યુઆરી મહિના માટે ડીએમાં વધારા સાથે, 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં વધારો થશે. પગારમાં 90,000 રૂપિયા સુધીનો વધારો થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડીએમાં વધારો માર્ચના અંત સુધીમાં કરવામાં આવી શકે છે. જાન્યુઆરી 2022માં DAમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓનો DA 31% થી વધીને 34% થશે. AICPIના ડિસેમ્બર 2021 સુધીના ડેટા અનુસાર, DA 34.04% થઈ ગયો છે. ભથ્થાંમાં 3% વધારા પછી 18,000 રૂપિયાના મૂળ પગાર પર DA વાર્ષિક 73,440 રૂપિયા થશે.

અહીં જાણો પૂરી ગણતરી
કર્મચારીનો મૂળ પગારઃ 18,000
નવું DA (34%) રૂ.6120/મહિને
DA આજ સુધી (31%) રૂ 5580/મહિને
કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું 6120- 5580 = રૂ 540/મહિને
વાર્ષિક પગારમાં વધારો 540X12 = રૂ. 6,480
કુલ DA – 6120X12 = રૂ. 73,440
કર્મચારીનો મૂળ પગારઃ રૂ. 56,900
નવું DA (34%) રૂ.  19346/મહિનો
DA આજ સુધી (31%) રૂ 17639/મહિને
મોંઘવારી ભથ્થું 19346-17639 = રૂ 1,707/મહિને કેટલું વધ્યું
વાર્ષિક પગારમાં વધારો 1,707 X12 = રૂ. 20,484 કુલ DA – 19346X12 = રૂ.232,152