khissu

સોનામાં મોટો ઘટાડો, જલ્દી ખરીદી લ્યો, હાથમાં આવેલો મોકો જવા ન દેતાં

હાલ ચાર દિવસથી સોનામાં ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે : ૨૮ જૂનના રોજ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૬,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો કે ત્રણ દિવસથી બદલાયો નથી અને આજે પણ ૨૨ કેરેટ સોનેનો ભાવ ૪૬,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો છે.

મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટાં સમાચાર: આ વર્ષે BOB માં થયા 5 મોટા ફેરફાર, જાણો ગ્રાહકોને ફાયદો કે નુકસાન?

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૧૦ મહિનાની સરખામણીએ ૧૧,૫૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૫૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૭૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૧૦ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૧,૫૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૧૦,૧૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૦૧/૦૭/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮.૭૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૪૯.૬૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮૭.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૮૭૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭,૭૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૪૦૦ રૂપિયાનો વધારો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૨૦૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૫૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૫૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૮૦૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૫૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૫,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.