khissu

ખેડુતો ખુશ: જીરૂના ભાવમાં ધરખમ વધારો, જાણો આજે શું છે માર્કેટ યાર્ડમાં જીરુનાં ભાવ ?

 

જીરૂની બજારમાં તેજીનો દોર યથાવત છે અને ભાવમાં ઝડપી તેજી આવતા મણે રૂ.૨૦૦થી ૩૦૦ વધ્યાં હતા. જીરૂ વાયદામાં છ ટકાની ઉપલી સર્કિટ લાગતા વાયદો ૨૫ હજારની સપાટી નજીક પહોંચ્યો હતો.

જીરૂનાં વેપારીઓ કહે છેકે જીરૂની બજારમાં હાલના તબક્કે વેચવાલી ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં નિકાસ વેપારો કેવા આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

જીરૂ વાયદો બેન્ચમાર્ક રૂ.૧૨૭૦ વધીને રૂ.૨૪,૫૫૫ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂ વાયદામાં જો આગળ ઉપર ૨૫ હજારી સપાટી પાર થશે તો ભાવમા  હજી પણ વધારો થાય તેવી ધારણા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જીરૂમાં ઊંચા ભાવને કારણે ઉંઝામાં ૨૫ હજાર બોરીની સતત બીજા દિવસે આવકો હતી અને જો આવીને આવી આવકો રહેશે અને વેપારો સારા રહેશે તો ભાવ હજી પણ વધી શકે છે.

ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3700થી રૂ. 6400 સુધીના બોલાયા હતા. જ્યારે હારીજ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4150થી રૂ. 4750 સુધીના બોલાયા હતા. તેમજ ધાનેરા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3200થી રૂ. 4188 સુધીના બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3400થી રૂ. 4595 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4000થી રૂ. 4520 સુધીના બોલાયા હતા. તેમજ જસદણ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3800થી રૂ. 4550 સુધીના બોલાયા હતા.

તા. 01-05-2024, બુધવારના  બજાર જીરૂના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ37504600
ગોંડલ30004481
જેતપુર38504375
બોટાદ34004595
અમરેલી40004520
જસદણ38004550
કાલાવડ30004095
જામનગર26004725
મહુવા46004601
જુનાગઢ39204305
સાવરકુંડલા27004400
મોરબી39004510
બાબરા37804460
ઉપલેટા39004000
પોરબંદર35004300
ભાવનગર41344135
જામખંભાળિયા41004490
ભેંસાણ30004280
દશાડાપાટડી39704681
લાલપુર38803900
હળવદ42504650
ઉંઝા37006400
હારીજ41504750
ધાનેરા32004188
થરા41014900
દીયોદર27504881
બેચરાજી40614236
સમી40004600