khissu

દિલને સ્પર્શે તેવો કિસ્સો : આત્મહત્યા પહેલાં યુવતીએ બનાવ્યો ભાવુક વીડિયો, પોતાનું દુઃખ છુપાવીને લોકોના દિલ જીતી લીધાં

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આઇશા નામની છોકરીએ સાબરમતી રિવર ફ્રન્ટ માં ખુશી ખુશી આપઘાત કર્યો. આપઘાત કર્યો તે પહેલાં યુવતીએ એક વીડિયો બનાવ્યો હતો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

કોણ હતી આ યુવતી ? : અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી યુવતી આઇશા ને લોકો સોનું કહીને પણ બોલાવતા હતા. યુવતીના લગ્ન ૨૦૧૮માં થઈ ચૂક્યા હતાં હાલ તે તેના માતા-પિતા સાથે રહેતી હતી.  આઇશાના પિતા લિયાકાંત અલી મકરાણી સિલાઈકામ કરી ઘર ચલાવતા હતા. આઇશાને એક મોટી બહેન અને બે ભાઈઓ હતા જેમાં તેની મોટી બહેનના પણ લગ્ન થઈ ચૂક્યા હતા.

સાસરિયાં આઇશાને દહેજ બાબતે ત્રાસ આપતા : આઇશાના લગ્ન વર્ષ ૨૦૧૮માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યાં હતા. લગ્ન બાદ તેના સાસરિયાં અને પતિ દહેજ બાબતે ખૂબ ત્રાસ આપતાં હતા. વર્ષ ૨૦૧૮માં ડિસેમ્બર મહિનામાં તેનો પતિ દહેજ બાબતે ઝગડો કરી તેને પિયર મૂકી ગયો હતો. ત્યારબાદ આઇશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં તેનો પતિ આરીફ આઇશાના ઘરે આવી દહેજના દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. 

આઈશાનું આત્મહત્યા કરવાનું તાત્કાલિક કારણ : જોકે આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતાં હતા. આઇશાના માતા-પિતા પોતાની દીકરીના ઘર સંસારને ફરીથી ઉજાગર કરવા વારંવાર તેઓને મનાવવા જતા હતા. છેવટે આઇશા કંટાળીને આરીફને ફોન કર્યો પણ આરીફે તેને અપનાવવાનો ઇન્કાર કર્યો ત્યારે આઇશાએ આત્મહત્યા કરી લેવાની વાત કહી પરંતુ આરીફ તેને સમજાવવાને બદલે તારે મરવું હોય તો મરી જા અને મને એનો વીડિયો પણ મોકલી દે કહી કોલ કાંપી નાખ્યો. જેથી આઇશાએ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી આરીફને મોકલ્યો હતો અને ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટમાં કૂદકો માર્યો.

આઇશાના માતા પિતાએ આત્મહત્યા ન કરવા ખૂબ આજીજી કરી : આઇશાએ આત્મહત્યા પહેલા તેના પિતાને પણ ખબરઅંતર પૂછવા ફોન કર્યો હતો અને તેણે આરીફને ફોન કર્યો હતો તેમ કહ્યું ત્યારર તેના પિતાએ તેને આરીફને ફોન કરવા પાછળ કારણ પૂછ્યું. આઇશાએ જણાવ્યું કે, આરીફ મને સાથે લઈ જવા નથી માંગતો, હું આપઘાત કરી લઈશ એવું કીધું તો તારે મરવું હોય તો મરી જા અને મને વીડિયો પણ મોકલી દેજે એમ કહ્યું. 

આ ઉપરાંત આઇશાએ કહ્યું કે બસ બહુ થયું હવે નથી જીવવું, કહી આત્મહત્યા કહેવાનું જણાવ્યું ત્યારે માતા અને પિતા તેને ખૂબ સમજાવતા કહે છે કે તું ક્યાં છે હું આમિરને મોકલું છું, તું એવું કંઈ ના કરતી. હું કાલે જ ઝાલોર જઈને બધું ઠીક કરી દઈશ. તેના પિતાએ તેને કસમ પણ આપી છતાં આઇશા હું આવું છું હમણાં એમ કહ્યું પણ છેવટે તેણે નદીમાં કૂદકો મારી મોતને વ્હાલું કરી લીધું.