khissu

ઘણાં સમય બાદ આજે ડુંગળીની બજારમાં થોડો સુધારો: આજનો ઉંચો ભાવ ૪૬૦, જાણો ડુંગળીના બજાર ભાવ

ડુંગળીનાં ભાવમાં ગઈ કાલે મજબૂતાઈ જોવા મળી હતી. નાશીકમાં ખેડૂતો દ્વારા પોતાનાં ભાવથી જ ડુંગળી વેચાણ કરવાનું એક અભિયાન શરૂ કરાયું છે, જેને પગલે બજારો સારી હોવાથી ગુજરાતને પણ ટેકો મળી રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ખેડૂતો હવે એક સાથે માલ લાવવાને બદલે થોડો થોડો લાવી રહ્યાં હોવાથી બજાર સુધરી છે. ઘણા સમય બાદ મહુવામાં સારી ગુણવતાવાળી ડુંગળીના ભાવ ૩૦૦+ બોલાયા હતાં.

મહુવામાં લાલ ડુંગળીનાં શુક્રવારે ભાવ રૂ. ૭૦ થી ૩૧૯ બોલાયા હતા અને ૪૦ હજાર ગુણીનાં વેપાર થયા હતા. જ્યારે સફેદની ૧.૧૦ લાખ ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૧૪૧ થી ૨૦૬ બોલાયા હતાં. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીનાં ૨૬ હજાર ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૧૨૦ થી ૨૩૪ બોલાયા હતાં.

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-    

(૧) સફેદ કાંદા લાવતા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટભાઇઓને જાહેર જાણ :-  મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદાની આવકનો ભરાવો હોવાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. જેની નોંધ લેવી.

તા. ૧૯/૦૩/૨૦૨૧ ને શુક્રવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં રૂ. ૪૬૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૦૬ બોલાયો હતો. 

તા. ૧૯/૦૩/૨૦૨૧ને શુક્રવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 70 ઉંચો ભાવ 319

ભાવનગર :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 234

રાજકોટ :- નીચો ભાવ 50 ઉંચો ભાવ 170

ગોંડલ :- નીચો ભાવ 81 ઉંચો ભાવ 241 

અમરેલી :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 200

વિસાવદર :- નીચો ભાવ 42 ઉંચો ભાવ 166 

વડોદરા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 400

જસદણ :- નીચો ભાવ 180 ઉંચો ભાવ 181

મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 220 

સુરત :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 320

દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 460 

તા. ૧૯/૦૩/૨૦૨૧ને શુક્રવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 141 ઉંચો ભાવ 206 

ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 189 

ગોંડલ :- નીચો ભાવ 131 ઉંચો ભાવ 171 

વિસાવદર :- નીચો ભાવ 32 ઉંચો ભાવ 126 

તા. ૨૦/૦૩/૨૦૨૧ને શનિવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 90 ઉંચો ભાવ 321 

ગોંડલ :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 241

તા. ૨૦/૦૩/૨૦૨૧ને શનિવાર સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 211 

ગોંડલ :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 171