khissu

કપાસનાં ભાવમાં એકાએક ઘટાડો નોંધાયો, જાણો આજનાં કપાસના બજાર ભાવ

કપાસની બજારમાં કારમી મંદી વ્યાપી ગઈ છે અને ભાવમાં સોમવારે મણે રૂ.૫૦થી ૭૦નો ઘટાડો થયો હતો. રૂની બજારમાં બે દિવસમાં પાંચ હજાર રૂપિયા નીકળી ગયા હોવાથી કપાસ પણ તુટ્યો છે અને કપાસનાં ભાવ રૂ.૧૬૦૦ની અંદર આવી ગયા છે.

કડીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસનાં ભાવમાં રૂ.૭૦થી ૮૦નો ઘટાડો થયો છે અને ભાવ હજી પણ ઘટીને રૂ.૧૫૦૦ સુધી આવી શકે છે. ખેડૂતોની વેચવાલી હાલ અટકશે, પંરતુ એકાદ સપ્તાહ બાદ ધીરજ ખૂટ્યાં બાદ વેચવાલી આવે તેવી ધારણાં છે અને આગામી બે મહિના વેચવાલીનું પ્રેશર જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૫૦થી ૧૫૨૫નાં હતાં. કડીમાં મહારાષ્ટ્રની ૨૦થી ૨૫ ગાડી અને કાઠીયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૦૦થી ૧૫૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૦૦ થી ૧૫૮૦નાં હતાં.

 

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૬૭ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૬૫૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૩૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૫૦૦થી ૧૬૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
 

તા. 26/12/2022 સોમવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ15501640
અમરેલી10001631
સાવરકુંડલા14001622
જસદણ12501580
બોટાદ15001721
મહુવા12001600
ગોંડલ14011606
કાલાવડ15001629
જમાજોધપુર13001630
ભાવનગર14001601
જામનગર15001660
બાબરા15301740
જેતપુર12001639
વાંકાનેર12501560
મોરબી15011645
રાજુલા13501600
હળવદ14151623
વિસાવદર14541586
તળાજા12001570
બગસરા13001626
જુનાગઢ14001572
ઉપલેટા15001595
માણાવદર14501650
ધોરાજી13561596
વિછીયા14801565
ભેંસાણ14001620
ધારી13001641
લાલપુર14801611
ખંભાળિયા12301588
ધ્રોલ13501600
પાલીતાણા13501560
સાયલા15101670
હારીજ14001570
ધનસૂરા14001515
વિસનગર12001613
વિજાપુર13001651
કુકરવાડા14001588
ગોજારીયા15001610
હિંમતનગર15211637
માણસા12001583
કડી14001619
મોડાસા14001485
પાટણ14001586
થરા14901540
તલોદ15801616
સિધ્ધપુર15251624
ડોળાસા15101628
ટિંટોઇ11251530
દીયોદર15001550
બેચરાજી15001610
ગઢડા14151611
ઢસા15101600
કપડવંજ13501400
ધંધુકા15581624
વીરમગામ13001592
જાદર15001530
જોટાણા8511590
ચાણસ્મા13511582
ભીલડી12501600
ખેડબ્રહ્મા14501542
ઉનાવા14511622
શિહોરી14601575
લાખાણી14501580
ઇકબાલગઢ13301567
સતલાસણા13501554
આંબલિયાસણ14001584