khissu

કોરોના વેકસીનનું ટ્રાયલ શરૂ, યુનિસેફ પણ વેક્સિનેશન માં જોડશે

સમગ્ર દેશમાં કોરોનાની વેકસીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે વેક્સિનેશનમાં યુનિસેફ સંસ્થા પણ જોડાઈ છે. જે વેક્સિનેશનમાં કરવામાં આવતી તમામ પ્રોસેસ કરશે.

ભારત માં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યુનિસેફ સંસ્થાએ વેક્સિનેશન બાબતે વર્કશોપ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે વેક્સિન બે ડોઝમાં આપવામાં આવશે. આ ડોઝ વચ્ચે ૨૮ દિવસનો ગેપ રાખવામાં આવશે. દેશના ૨૯ મિલિયન સગર્ભા મહિલા અને ૨૬ મિલિયન બાળકો ને વેકસીન આપવાની જરૂર પડી શકે છે.

તો જ્યારે ગુજરાતમાં વેકસીન બાબતે ડૉ. નયન જયાણી એ જણાવ્યું કે કોરોના વેકસીન ને ત્રણ ફેઝ માં આપવામાં આવશે. પ્રથમ ફેઝમાં હેલ્થવર્કર, બીજા ફેઝમાં કોરોના ફ્રન્ટલાઈન વોરિયર અને ત્રીજા ફેઝમાં ૫૦ વર્ષથી ઉપરના તમામ તથા ૫૦ વર્ષથી નીચેની વયમાં કો મોર્બીડ ને વેકસીન આપવામાં આવશે.