khissu

અજમાનો ભાવ 5100 રૂપિયા? જાણો આજના (13/12/2021, સોમવાર) બજાર ભાવ

આજ તારીખ 13/12/2021, સોમવારના અમરેલી, જામનગર, મોરબી, રાજકોટ, અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મગફળીની બજારમાં શનિવારે મજબૂતાઈ હતી. સીંગતેલ લુઝમાં રૂ.૨૫નો સુધારો અને મગફળીની વેચવાલી પાંખી જોવા મળી રહીહોવાથી શનિવારે સરેરાશ રૂ.૧૫થી ૨૫નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં એકધારા મણે રૂ.૨૫થી ૫૦ નીકળી ગયા બાદ આજથી વેચવાલીને થોડી બ્રેક લાગી હતી. લગ્નગાળાની સિઝન હજી બે-ત્રણ દિવસ છે, પંરતુ ત્યાર બાદ વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. મગફળીની બજારમાં હવે વધુ ઘટાડો થશે કે નહીં તેનો આધાર સિંગદાણા ઉપર પણ રહેલો છે.

ગોંડલનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મગફળીમાં પિલાણમાં ખાંડીમાં રૂ.૨૧૫૦૦માં ડિલીવરી ન મળતી હોવાથી પિલાણ મિલોએ રૂ.૨૨,૦૦૦નાં ભાવ કર્યાં હતાં. આમ ૪૦૦ કિલોએ ડિલીવરીનાં ભાવ રૂ.૫૦૦ જેવા વધ્યાં હતાં. મગફળીની બજારમાં હાલ વેચવાલી નથી અને સામે પિલાણ મિલોને જ માંગ છે, એ સિવાય દાણાબરમાં ખાસ કોઈ માંગ નથી. સીંગદાણાની પરિસ્થિતિ જુદી છે અને ત્યાં નાણાભીડ દેખાતી હોવાથી નિકાસકારોની લેવાલી ઠંડી છે. આ ઉપરાંત નજીકમાં કોઈ તહેવારો ન હોવાથી બજારમાં હાલ લોકલ માંગ પણ ખાસ દેખાતી ન હોવાથી બજારો નીચી સપાટી પર અથડાય રહ્યાં છે.

હાપા માર્કેટીંગ યાર્ડમાં અજમાંની બજાર તેજી સાથે ખુલ્લી હતી. શનિવારે જામનગર માર્કેટયાર્ડમાં અજમાનો 20 કિલોનો ભાવ રૂા.5100 સુધી આંબી જતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી એ મ્હો મીઠા કરાવ્યા હતા. આમ જો તો અજમાનું મુખ્ય બજાર જામનગર માર્કેટીંગ યાર્ડ રહ્યું છે ત્યારે મહુવાથી ખેડૂત પોતાના અજમાં વહેંચવા જામનગર આવ્યો હતો.

ડુંગળીની બજારમાં ભાવ ઘટી રહ્યાં છે. વિતેલા સપ્તાહમાં ડુંગળીના ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો થયો છે.  ગોંડલ, રાજકોટ સહિતનાં સેન્ટરમાં નવી લાલ ડુંગળીની આવકો વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં આવકો  તબક્કાવાર વધતી જશે. બીજી તરફ ગુજરાતમાં શિયાળું ડુંગળીનાં વાવેતરમાં પણ વધારો જોવા મળ્યો છે. ડુંગળીનાં ભાવ હાલ નીચામાં રૂ.૧૦૦ની અંદર ચાલી રહ્યાં છે ત્યારે મિડીયમ ક્વોલિટીમાં રૂ. ૨૦૦થી ૩૦૦ અને સારી ક્વોલિટી હોય તો રૂ. ૪૦૦ આસપાસનાં ભાવ બોલાય રહ્યાં છે.

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1800

ઘઉં 

395

426

જીરું 

1725

3025

તલ 

1650

2229

ચણા 

667

942

જુવાર 

232

315

સોયાબીન 

900

1316

ધાણા 

1290

1579

તુવેર 

885

1202

અડદ 

615

1373 

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1451

1775

ઘઉં લોકવન 

406

426

ઘઉં ટુકડા 

412

478

જુવાર સફેદ 

345

590

બાજરી 

305

422

તુવેર 

930

1243

ચણા પીળા 

721

975

અડદ 

920

1481

મગ 

1100

1445

વાલ દેશી 

750

1231

ચોળી 

825

1345

કળથી 

750

980

એરંડા 

1146

1253

અજમો 

1146

1253

સુવા 

825

1105

કાળા તલ 

1970

2615

ધાણા 

1350

1700

જીરું 

2772

3035

ઇસબગુલ 

1650

2235 

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1771

ઘઉં 

398

447

જીરું 

2151

3041

એરંડા 

1091

1236

તલ 

1200

2211

ચણા 

731

936

મગફળી ઝીણી 

800

1141

મગફળી જાડી 

770

1166

ડુંગળી 

101

471

સોયાબીન 

1091

1326

ધાણા 

1100

1601

તુવેર 

1001

1211

મગ 

826

1391

ઘઉં ટુકડા 

406

516

શીંગ ફાડા 

1021

1391 

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

1735

ઘઉં 

390

436

જીરું 

2160

2995

એરંડા 

1025

1230

બાજરો 

359

411

મગફળી ઝીણી 

1000

1400

મગફળી જાડી 

950

1075

લસણ 

180

445

અજમો 

1400

2980

અડદ 

1345

1440 

 

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

1750

ઘઉં 

404

446

જીરું 

2180

3036

તલ 

1410

2250

બાજરો 

291

455

ચણા 

636

860

મગફળી ઝીણી 

700

1254

તલ કાળા  

1500

2582

અડદ 

400

1500