khissu

૧૬૦૦ રૂપિયા મગફળીનો ભાવ, ખેડૂતો ખુશ મગફળીના ભાવ આજે જાણી લો તમે પણ...

આગામી દિવાળીના તહેવારોને લઈ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 11થી 17 નવેમ્બર સુધીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને આ રજાઓ પૂર્વે યાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો નોંધાયો છે. મુખ્ય જણસીઓમાં છેલ્લા બે દિવસમાં 32 હજાર ગુણી મગફળી અને 30 હજાર મણ કરતા વધુ કપાસની આવક નોંધાઈ છે. તેમજ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળતા હોવાનું જાણવા મળ્યું છે.

જેમાં મગફળી મણે 1150 થી 1380 રૂપિયાના ભાવે વેંચાઈહતી તો કપાસના મણે 1370 થી 1530રૂપિયાના ભાવે વેંચાયોહતો.જેને લઈને ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યાં છે.

હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરા રહ્યા છે. ખાસ કરીને મગફળી અને કપાસ મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે કેટલા યાર્ડ અત્યારથી જ આ ચોક્કસ મુદત સુધી યાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ આગામી શનિવારથી સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. લાભ પાંચમથી સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડો શરૂ કરવામાં આવશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માર્કેટિંગ યાર્ડમાં દિવાળી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે યાર્ડમાં 11મીથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે આજે ગોંડલ અને રાજકોટના મગફળી અને કપાસની આજે હરરાજી કરવામાં આવશે. નવી આવક લાભ પાંચમના શરૂ કરવામાં આવશે. તેમજ લાભ પાંચમની ખુલતી બજાર સાથે જ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસથી ઉભરાય જશે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારા-સંતોષકારક વરસાદને પગલે મગફળી, સોયાબીન, કપાસનું મોટુ ઉત્પાદન થયુ છે. રાજકોટ યાર્ડને લાગેવળગે છે ત્યાં સુધી કેટલાંક વખતથી ખેડુતોનો રસ વધ્યો છે. સારા ભાવ મળતા હોવાથી વધુ કિસાનો રાજકોટ યાર્ડમાં માલ ઠાલવતા થયા છે. તો બીજી તરફ હવે શિયાળુ સીઝનનું વાવેતર કરવા માટે ખેડૂતોને બિયારણ સહિત ખાતરની ખરીદી કરવા તેમજ દિવાળીના ખર્ચ માટે માલ વેચવાનું શરૂ કરતા માર્ડોમાં કપાસ, મગફળી સહિતના પાકોનો ભરાવો થઇ ગયો છે. જોકે તહેવારનો લઇને ખેડૂતોની વધુ ભાવ મળે તેવી માગણી છે.

જાડી મગફળીના બજાર ભાવ:

તા. 08/11/2023, બુધવારના જાડી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11301385
અમરેલી9511359
કોડીનાર11901258
સાવરકુંડલા11511411
જેતપુર9301381
પોરબંદર11001335
વિસાવદર10751331
મહુવા10511275
ગોંડલ8611411
કાલાવડ11001350
જુનાગઢ10801306
જામજોધપુર11001391
ભાવનગર11681331
માણાવદર13751380
હળવદ10511416
જામનગર11001280
ભેસાણ8001306
ખેડબ્રહ્મા11011101
દાહોદ11001200

જીણી મગફળીના બજાર ભાવ

તા. 08/11/2023, બુધવારના ઝીણી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11501300
અમરેલી9001291
કોડીનાર12201390
સાવરકુંડલા11081231
જસદણ10501380
મહુવા10251397
ગોંડલ9251376
કાલાવડ12001335
જુનાગઢ10401800
જામજોધપુર10501271
ઉપલેટા11351270
ધોરાજી9001271
વાંકાનેર8001469
જેતપુર9151291
ભાવનગર12221672
રાજુલા8011311
મોરબી8251425
જામનગર13001880
બાબરા11761244
બોટાદ9001185
ભચાઉ13001310
ધારી10331306
ખંભાળિયા10001342
પાલીતાણા11601280
લાલપુર9801170
ધ્રોલ10411306
હિંમતનગર11001620
પાલનપુર11711368
તલોદ10001570
મોડાસા10001539
ડિસા11001385
ઇડર13501656
ધનસૂરા10001200
ધાનેરા10501345
થરા11501300
વીસનગર11001281
માણસા12001351
વડગામ11801425
કપડવંજ12001510
શિહોરી11301300
ઇકબાલગઢ11501350
સતલાસણા10801370