khissu

જાણો આજના (03/12/2021, શુક્રવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: શું હવે મગફળીના ભાવમાં વધારો થશે?

આજ તારીખ 03/12/2021, શુક્રવારના અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ગુજરાતમાં વરસાદી માહોલને પગલે મગફળીની વેચવાલીમાં મોટો ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં મગફળીની આવક ગુરૂવારે ઘટીને ૫૩ હજાર ગુણીની આવક થઈ હતી, જે બુધવારે ૯૦થી ૯૫ હજાર ગુણીની આવક થઈ હતી. આમ આવકોમાં સરેરાશ ૫૦ ટકાનો ઘટાડો થયો હોવાથી મગફળીનાં ભાવમાં મણે રૂ.૨૦થી ૩૦ની તેજી આવી હતી. આગામી દિવસોમાં વાતાવરણની સ્થિતિ કેવી રહે છે તેનાં ઉપર 
મગફળીની આવકનો અંદાજ રહેલો છે. મગફળીની આવકો હવે આમ પણ બહુ વધી જાય તેવા સંજોગો ઓછા દેખાય રહ્યાં છે, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. મગફળીમાં ખાંડીનાં ડિલીવરીનાં ભાવ પિલાણમાં રૂ.૨૧,૦૦૦ વાળા વધીને રૂ.૨૨,૫૦૦ સુધી ધીમી ગતિએ પહોંચી ગયાં છે. આગામી દિવસોમાં લુઝ વધશે તો હજી સુધારો આવી શકે છે.

બાજરીનાં ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. બાજરીની બજારમાં સરેરાશ લેવાલી સારી છે અને સામે વેચવાલી મર્યાદીત છે. ઠંડી વધી રહી હોવાથી અને વરસાદની માહોલ હોવાથી બાજરીમાં ઘરાકી સારી છે, જેને પગલે આગળ ઉપર ભાવ હજી પણ વધે તેવી સંભાવનાં છે. બેદિવસ સરેરાશ આવકો ઓછી રહે તેવી ધારણાં છે. રાજકોટમાં બાજરીની ૧૫૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૩૨૫થી ૪૨૧નાં હતાં.

સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં પણ કમોસમી વરસાદે કેર વર્તાવ્યો હતો. ભરૃચ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ વિગેરે જિલ્લાઓમાં ઠેરઠેર માવઠાની માઠી અસરના હેવાલો મળી રહ્યા છે. ભરૃચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ માવઠું સર્જાતા ઝરમરિયા અને ઝાપટાં વરસતો રહ્યો હતો. શિયાળાની ઠંડી તેથી વધુ કાતિલ બની હતી. ભરૃચમાં ૩૦ મીમી, જંબુસર - નેત્રંગમાં ૬ મીમી, આમોદમાં ૫ મીમી, અંકલેશ્વરમાં ૨૮ મીમી, હાસોટ, વાગરામાં ૧૯મીમી, વાલિયામાં ૩૭ મીમી, ઝઘડિયામાં ૨૧ મીમી,વરસાદ નોંધાયો છે.

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1450

1734

ઘઉં લોકવન 

405

421

ઘઉં ટુકડા 

409

470

જુવાર સફેદ 

335

590

બાજરી 

315

411

તુવેર 

600

1250

ચણા પીળા 

721

940

અડદ 

850

1480

મગ 

1011

1450

વાલ દેશી 

925

1261

ચોળી 

850

1321

મઠ 

1400

1500

કળથી 

641

805

એરંડા 

1191

1268

અજમો 

1525

2160

સુવા 

865

1100

કાળા તલ 

2040

2540

ધાણા 

1375

1550

જીરું 

2640

2911

ઇસબગુલ 

1650

2305

રજકાનું બી 

3200

4400 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

1650

ઘઉં લોકવન 

390

420

ઘઉં ટુકડા 

400

430

ચણા 

780

902

અડદ 

800

1536

તુવેર 

950

1170

મગફળી ઝીણી  

800

986

મગફળી જાડી 

850

974

તલ 

1400

2161

જીરું 

2700

2932

ધાણા 

1200

1515

સોયાબીન 

1150

1301

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1060

1691

ઘઉં 

404

478

જીરું 

2201

2991

તલ 

1700

2191

ચણા 

721

941

મગફળી ઝીણી 

840

1141

મગફળી જાડી 

780

1166

ડુંગળી 

71

536

સોયાબીન 

1071

1301

ધાણા 

800

1561

તુવેર 

1021

1161

મગ 

751

1331

ઘઉં ટુકડા 

406

518

શીંગ ફાડા 

931

1536 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1271

1731

ઘઉં 

390

430

જીરું 

2111

2951

તલ 

1811

2521

ચણા 

751

901

મગફળી જાડી 

921

1146

જુવાર 

251

351

સોયાબીન 

1141

1301

ધાણા 

1360

1521

તુવેર 

1001

1151

અડદ 

951

1491