khissu

કપાસના ભાવમાં ઘટાડો : લાલપુરમાં સૌથી ઉંચો ભાવ, જાણો આજના કપાસના ભાવો

કપાસ બજારમાં સુસ્ત માહોલ વચ્ચેમણે વધુ રૂ.20 તૂટ્યા હતા. ગુજરાતમાં ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે પીઠાઓમાં કપાસની આવક ઘટી 1.52 લાખ મણ થઇ ગઇ હતી. મહારાષ્ટ્ર, મેઇન લાઇન, આંધ્ર-કર્ણાટક અને લોકલ મળી કપાસમાં અંદાજે 300 ગાડીના રૂ.1580 - 1680ના ભાવે કામકાજ હતા. બ્રોકરો કહે છે કે, માવઠાની આગાહીને પગલે કામકાજ ઓછુ હતું. જીનર્સોને અંદાજે રૂમાં 1500 સુધીની ડીસ્પેરિટી ચાલે છે, જેથી ખરીદીનો ઉત્સાહ મંદ છે, તે પરિસ્થિતિ વચ્ચે હાલ વૈશ્વિક સ્તરે કોવિડનો ગભરાટ વધ્યો છે, ઉપરથી માવઠાની આગાહીને પગલે કપાસ પલળવાનો ડર ઉભો થયો છે. અનિશ્ચિત માહોલ વચ્ચે કામકાજનો ઉત્સાહ દેખાતો નથી, પીઠાઓમાં કમાસમાં મણે રૂ.700 – 1730ના ભાવે સોદા પડ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ કુલ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાય જિલ્લામાં જોવા મળી હતી. ભારે પવન સાથે ઝાપટું પડતા વાતાવરણમાં અતિશય ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડતા જ વહેલી સવારે લોકોની અવરજવર પણ છૂટક છવાઈ જોવા મળી હતી.

આ પણ વાંચો: 1 December થી લાગુ થશે 10 ફેરફાર-નિયમ: ખેડૂત, પેન્શન, બેંક ખાતાધારકો માટે વગેરે... જાણી લો સૌથી પહેલા

બીજી તરફ ખેડૂતોએ વાવેલા પાકને નુક્સાન ન થાય તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ખેતિવાડી વિભાગે ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માર્ગદર્શિકા જાહેર કરી છે. બીટી કપાસમાં જીંડવા ફાટેલા હોય તો કપાસ વીણીને તાકીદ કરવી. કપાસને સલામત જગ્યાએ રાખવો. ચણા, ઘઉં, રાઈ કે અન્ય મરીમસાલા પાકમાં નવીન વાવેતર હોય તો તેવા પાકમાં વરસાદી પાણી ન ભરાય તે માટે ક્યારા તોડીને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી. જેથી પાણી ભરાવાના કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા નિવારી શકાય.

કપાસના ભાવો:

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં લાલપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1755 રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ ગઈકાલના 01 ડીસેમ્બર 2021 ને બુધવારનાં ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1530

1735

અમરેલી 

1201

1739

સાવરકુંડલા 

1300

1725

મહુવા 

732

1694

કાલાવડ

1000

1751

ગોંડલ 

1011

1721

જસદણ 

1050

1710

બોટાદ 

920

1726

જામજોધપુર 

1500

1720

ભાવનગર 

1000

1706

બાબરા 

1450

1730

જામનગર 

1300

1740

વાંકાનેર 

900

1695

મોરબી 

1250

1706

હળવદ 

1325

1670

જુનાગઢ 

1400

1640

ઉપલેટા 

1400

1705

ધોરાજી 

1201

1701

વિછીયા 

950

1680

લાલપુર 

1490

1755

ખંભાળિયા 

1500

1700

પાલીતાણા 

1070

1650

ધનસુરા 

1500

1650

વિજાપુર  

1050

1698

ગોજારીયા 

1050

1690

હિંમતનગર 

1450

1651

કડી 

1411

1711

મોડાસા 

1530

1565

થરા 

1540

1655

બેચરાજી 

1450

1661

ઢસા 

1251

1702

ખેડબ્રહ્મા 

1520

1551

સતલાસણા 

1535

1665