khissu

પીઠાઓમાં કપાસની ધૂમ આવકો, કપાસના ભાવમાં તેજીનો કરંટ યથાવત, જાણો ગુજરાતની 30+ માર્કેટિંગ યાર્ડોના ભાવો...

કપાસ માર્કેટમાં આવકો સતત વધતી જાય છે, ગત સપ્તાહે લોકલ પીઠાઓમાં 11.40 લાખ મણની આવક હતી, જેની સામે પ્રવર્તમાન સપ્તાહે કપાસની આવક 7.06 લાખ વધી 18.46 લાખ નોંધાઇ હતી. નવરાત્રી – દશેરા પર્વએ  ગુજરાતની મોટાભાગની જીનિંગોમાં કામકાજના મુહૂર્ત તો થયા પરંતુ મીલોની સંખ્યા મુજબ જે રીતે કપાસમાં લાવ લાવ થવું જોઇએ, કપાસની ડિમાન્ડ વધવી જોઇએ તેવું નથી દેખાતુ.

ગુજરાતમાં ગત સપ્તાહે મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશના કપાસની છૂટી છવાઇ આવકો શરૂ થઇ હતી. જીનર્સો દ્વારા ધૂમ ખરીદીના આશાવાદે સૌરાષ્ટ્રમાં બોટાદ, ઢસા,  હડમતાલા, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, બાબરા, માણાવદર તેમજ ઉત્તર ગુજરાતમાં કડી-વિજાપુર લાઇનમાં કપાસ બજારમાં ધમધમાટ વધ્યો છે. ગામડે બેઠેલા ખેડૂતો દ્વારા પીઠાઓમાં ઠલવાઇ રહેલા કપાસના પ્રતિ મણે ઊંચામાં રૂ.1780 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. જયારે બાકી બચેલો માલ હાલ વેચાવા યાર્ડમાં આવી રહ્યો છે, કપાસ અને મગફ્ળીનું મબલક વાવેતર આ વર્ષે થવા પામ્યું હતું. પરંતુ કુદરતી તારાજીથી પ્રભાવિત થતા ખેડૂત વર્ગને મોટું નુકશાન થવાના ભય વચ્ચે કપાસ અને મગફ્ળીના ભાવ હાલ સારા ઉપજી રહ્યા છે. શનિવારે ગુજરાતમાં મહારાષ્ટ્રના કપાસની આવકો ઘટી હતી, દૈનિક જે 300 ગાડીઓ આવતી હતી, તે ઘટીને 150 ગાડીઓ થઇ ગઇ હતી.

આ પણ વાંચો: 5 મોટી માહિતી: દિવાળીમાં 9 દિવસ યાત્રા, PM કિસાન હપ્તો ડબલ, LRD ભરતી ફેરફાર વગેરે

કપાસના ભાવો:

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1701 રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ આજનાં 24 ઓક્ટોબર 2021 ને શનિવાર નાં ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1170

1671

જસદણ 

900

1640

બોટાદ 

970

1701

જામજોધપુર 

800

1675

ભાવનગર 

1035

1631

જામનગર

1200

1700

બાબરા 

1100

1660

મોરબી 

1000

1660

હળવદ 

1100

1618

વિસાવદર 

965

1645

તળાજા 

900

1670

ઉપલેટા 

740

1695

લાલપુર 

1100

1667

ખંભાળિયા

1400

1660

ધ્રોલ 

1140

1625

પાલીતાણા 

1100

1600

હારીજ 

14400

1625

ધનસુરા 

1400

1570

વિસનગર 

900

1690

વિજાપુર 

1000

1651

માણસા 

1000

1676

કડી 

1315

1656

થરા

1431

1650

સિદ્ધપુર 

1000

1656

ચાણસ્મા 

1161

1653

ઉનાવા 

1000

1651

શિહોરી 

1435

1605

ઇકબાલગઢ 

1331

1526

 સતલાસણા 

1450

1600

આંબલીયાસણ

1000

1602