khissu

આજના (તા. ૧૭/૧૦/૨૦૨૧ ના) મગફળીના બજાર ભાવો, ભાવો જાણી વેચાણ કરો, 100% ફાયદો

મગફળીની બજારમાં નરમાઈનો દોર યથાવત છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મગફળીની આવકો ચિક્કાર આવી રહી છે અને એ બધી દાણાબર ક્વાલિટીની આવતી હોવાથી તેનાં ભાવમાં મણે રૂ.૨૫થી ૫૦ સુધીનો ઘટાડો થઈ ગયો છે. આગામી દિવસોમાં ભાવ હજી થોડા ઘટશે, પંરતુ દાણાની નિકાસકારોની લેવાલી ઉપર મોટો આધાર રહેલો છે. 

'સી' દ્વારા ખરીફ મગફળી ૨૦૨૧ સર્વેયાત્રા રાજકોટથી શરૂ થયેલ સર્વેયાત્રા પ્રથમ દિવસે ગોંડલ વાયા થઇ બગસરા, ભેંસાણથી જૂનાગઢ પહોંચી હતી. પ્રથમ દિવસનાં સર્વેમાં ઓરવેલ અને વાવણીનાં ખેતરો ખુંદવામાં આવ્યા હતા. ઘણા  ખેતરોમાં વહેલી મગફળીને નીકળી ચૂકી પણ હતી.

ઉત્તર ગુજરાતમાં ડીસામાંથી સતત ૭૦ હજાર ગુણીની આવકો થયા બાદ શનિવાર ૯૧૯૪૧ ગુણીની આવકો થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૦૦થી ૧૧૭૧ સુધીના બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં હજી ખાસ કોઈ મોટી વેચવાલી હાલ વધતી નથી, પંરતુ આગામી સપ્તાહથી બજારમાં વધુ ઘટાડાની પણ સંભાવનાં દેખાય રહી છે.

ગઈ કાલે પાલનપુરમાં ઝીણી મગફળીની ૨૭૭૧૨ ગુણીની આવક થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૦૦થી ૧૨૫૨ સુધીના બોલાયા હતા. હળવદમાં જાડી મગફળીની ૧૪૫૩૭ ગુણીની આવક સાથે ભાવ રૂ. ૮૦૦થી ૧૧૫૧ સુધીના બોલાયા હતા. હિંમતનગરમાં ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ૧૯૪૭૫ ગુણીની આવક સાથે ભાવ રૂ.૧૦૫૦થી ૧૩૯૯ સુધીનાં બોલાયા હતાં. 

કાલના (તા. 16/10/2021, શનિવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

891

1011

અમરેલી 

742

1100

કોડીનાર

850

940

જેતપુર 

770

1201

પોરબંદર

900

950

વિસાવદર 

860

1300

કાલાવડ

700

1206

રાજકોટ

850

1172

જુનાગઢ 

750

1082

જામજોધપુર 

700

1100

ભાવનગર 

997

1160

માણાવદર 

1170

1175

સલાલ

1100

1200

ભેસાણ 

800

1025

દાહોદ

1100

1160

હળવદ

800

1151

 

કાલના (તા. 16/10/2021, શનિવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

771

1019

કોડીનાર

880

1180

કાલાવડ

750

1142

ઉપલેટા

700

1040

રાજકોટ

760

1140

જુનાગઢ 

800

1176

જામજોધપુર 

750

1175

જેતપુર

750

1160

ધ્રોલ

835

970

જામનગર 

750

1112

ઈડર

1000

1320

હિંમતનગર

1050

1399

અ‍મરેલી

786

1070

પાલનપુર

1000

1252

કોડીનાર

880

1180

તલોદ

910

1275

મોડાસા

1000

1305

ધાનેરા

911

1161

ભીલડી

950

1151

ઈકબાલગઢ

1000

1194

ડિસા

1000

1171

વિસાવદર

740

1040

મોરબી

730

1024

વાંકાનેર

830

1203

સાવરકુંડલા

800

1203