khissu

તલના ભાવમાં તેજી યથાવત: દિવાળી પછી કેવાં રહેશે તલના ભાવ? ભાવ જાણી વેચાણ કરો...

તલ માર્કેટમાં ગયું સપ્તાહ નવી આવકો શરૂ થવાની ધારણાને લીધે અનિશ્ચિતતા ભર્યું રહ્યું હતું. સાપ્તાહિક આવક જોઇએ તો સફેદ તલમાં 42000 ગુણી અને કાળા તલમાં 15700 ગુણીની આવકો નોંધાઇ હતી. તલમાં હજુ નવા સ્ટોકની પુરબહારમાં આવકો શરૂ થઇ નથી, હાલ મોટાં પ્રમાણમાં જુના તલ જ આવી રહ્યા છે. 

સાપ્તાહિક બજાર ભાવની વાત કરીએ તો ગત સપ્તાહે એવરેજ પ્રતિ મણના સફેદ તલના ભાવ રૂ. 1925 થી 2100ના સામે આ સપ્તાહે તે ભાવ વધીને રૂ. 1930 થી 2150ના મથાળે તો કાળા તલમાં ગત સપ્તાહના ભાવ રૂ. 2175 થી 2660ની સામે આ સપ્તાહે તે ભાવ વધીને રૂ. 2200 થી 2925ના મથાળા આસપાસ અથડાયા હતા.

તલના બજાર ભાવને લઈને બ્રોકરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તલના મજબુત ભાવ હાલ ડોમેસ્ટિક ડીમાન્ડના આધારે છે. અઠવાડિયાના છેલ્લાં દિવસે સફેદ તલના ભાવમાં મણે રૂ. 20 તો કાળા તલના ભાવમાં રૂ. 50 નો વધારો થયો હતો. વધુમાં બ્રોકરોએ જણાવ્યું હતુ કે, તલની બજારનો આધાર દિવાળી બાદ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની આવકો કેટલાં પ્રમાણમાં આવે તેમજ ખરીદીની ડિમાન્ડ કેવી રહે તેના પર રહેલો છે. 

તા. 30/10/2021, શનિવારના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સફેદ તલની સૌથી વધુ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં 3686 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 1401થી 2131 સુધીના બોલાયા હતા. સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટ યાર્ડમાં રૂ. 2435 બોલાયો હતો.

તા. 30/10/2021, શનિવારના સફેદ તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

1890

2100

અમરેલી 

1000

2261

જેતપુર 

1971

2105

વાંકાનેર

1700

2000

મોરબી

1360

2184

પાટણ

1500

2180

ઉંઝા

1700

2435

મહેસાણા

1740

2105

સિધ્ધપુર

1342

2400

રાજકોટ

1810

2222

જુનાગઢ 

1750

2077

જામજોધપુર 

1810

2150

ગોંડલ

1401

2131

માણાવદર 

1800

2050

બોટાદ

1260

2240

સાવરકુંડલા

1600

2125

જસદણ

1350

2100

જામખંભાળીયા

1800

1980

જામનગર

1890

2190

હળવદ

1550

2220

ધ્રોલ

1490

2085

વિસનગર

1500

2111

તળાજા

1580

2022

ધાનેરા

1600

2241

પાટણ

1500

2180

ભીલડી

1500

2086

સિધ્ધપુર

1500

2086

ડિસા

1760

2048

લાખાણી

1881

2301

 

તા. 30/10/2021, શનિવારના કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલની સૌથી વધુ આવક અમરેલી માર્કેટ યાર્ડમાં 1413 ગુણીની આવક સાથે ભાવ રૂ. 1100થી 2805 સુધીના બોલાયા હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મોરબી માર્કેટ યાર્ડમાં રૂ. 2849 બોલાયો હતો.

 તા. 30/10/2021, શનિવારના કાળા તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

2375

2539

સાવરકુંડલા

1550

2700

બોટાદ

1670

2805

રાજકોટ

2150

2801

જુનાગઢ 

1600

2668

જામજોધપુર 

1190

2390

જસદણ

1200

2480

બાબરા

1850

2350

અ‍મરેલી

1100

2805

ઉપલેટા

2000

2576

તળાજા

2321

2322

ભાવનગર

2100

2626