khissu

આજના (તા. ૧૭/૧૦/૨૦૨૧ ના) તલના બજાર ભાવો, જાણો આજના કાળા અને સફેદ તલના ભાવો, ભાવો જાણી વેચાણ કરો

અનિશ્ચિતતાના દૌર વચ્ચે તલ બજાર બન્ને તરફ અથડાઇ હતી. શુક્રવારે સફેદ અને કાળા તલમાં મણે રૂ. 25નો ઘટાડો થયા બાદ શનિવારે સફેદ તલમાં વધુ રૂ. 30 તૂટ્યા હતા, તો કાળા તલમાં ડિમાન્ડને પગલે રૂ. 20 વધી ગયા હતા. જોકે, યાર્ડો ઠંડા હતા અને કોરિયાના શીપમેન્ટની બાકી લેવાલીની અસરે બજારમાં કામકાજનો કરંટ દેખાયો હતો.

અગ્રણી બ્રોકરોના મતે તલ બજારમાં હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. સોમવારથી નવા સપ્તાહમાં નવા તલની આવકોનું પ્રમાણ કેવું રહે છે તેમજ ડિમાન્ડ કેવી રહે છે તેના પર બજારનો મદાર છે. એમપી અને યુપીમાં નવા તલની સાત થી આઠ હજાર ગુણીઓની આવકો થવા લાગી છે. આ દરમિયાન કાળા તલમાં પ્રમાણમાં ઘરાકી સારી છે, એક તબક્કે સારા માલની અછત પણ છે. એટલે માગ વધતા કાળા તલમાં આજે વધુ રૂ. 25નો સુધારો જોવા મળ્યો હતો. 

ગત સપ્તાહે પીઠાઓમાં સફેદ તલની કુલ 28600 ગુણીની અને કાળા તલની 11500 ગુણીની આવકો નોંધાઇ હતી. એવરેજ પ્રતિ મણના ભાવ અનુક્રમે સફેદમાં રૂ . 1900થી 2070 અને કાળામાં રૂ. 2150થી 2600 ના રહ્યા હતા. આખા અઠવાડિયા દરમિયાન બન્ને તલોમાં વિવિધ કારણો અનુસાર રૂ. 10 થી લઇ રૂ. 50 સુધીની વધઘટ જોવા મળી હતી.

સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સફેદ તલની સૌથી વધુ આવક અમરેલી માર્કેટ યાર્ડમાં ૧૫૦૬ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૦૦થી ૨૦૮૫ સુધીના બોલાયા હતા. સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. ૨૩૭૭ બોલાયો હતો.

કાલના (તા. 16/10/2021, શનિવારના) સફેદ તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

1750

1954

અમરેલી 

1000

2085

કોડીનાર

1500

2000

જેતપુર 

1850

2001

પોરબંદર

1880

1881

વિસાવદર 

1700

1900

કાલાવડ

1625

1841

રાજકોટ

1862

2013

જુનાગઢ 

1600

1983

જામજોધપુર 

1750

1980

ભાવનગર 

1730

2377

માણાવદર 

1700

1950

બોટાદ

1500

1975

ભેસાણ 

1500

1930

સાવરકુંડલા

1550

2000

જસદણ

1100

1930

જામખંભાળીયા

1800

1950

પાલીતાણા

1805

2000

જામનગર

1935

1995

હળવદ

1650

1982

ધ્રોલ

1400

1890

વિસનગર

900

1900

કલોલ

1825

1851

 

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલની સૌથી વધુ આવક રાજકોટ માર્કેટ યાર્ડમાં ૨૨૮૫૭ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૯૦૦થી ૨૬૩૫ સુધીના બોલાયા હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. ૨૭૦૫ બોલાયો હતો.

કાલના (તા. 16/10/2021, શનિવારના) કાળા તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

2150

2328

સાવરકુંડલા

1765

2400

બોટાદ

1870

2705

ધોરાજી

2111

2112

રાજકોટ

1900

2635

જુનાગઢ 

1800

2480

જામજોધપુર 

1350

2470

જસદણ

1100

2200

બાબરા

1849

2461

વિસાવદર

2000

2400

ભેંસાણ

1600

2400

અ‍મરેલી

1350

2600

ગઢડા

1920

2115

પાલીતાણા

1830

2355

1750

2452

2300