khissu

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બાદ આજે Gmail પણ થયું ડાઉન

જ્યારે E-mail ની વાત આવે છે, ત્યારે Google ની ઇમેઇલ સેવા Gmail નું નામ સૌથી પહેલા આવે છે. લાખો લોકો તેનો ઉપયોગ કરે છે. થોડા સમય પહેલા ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ હતા. 6 કલાક સુધી ડાઉન રહ્યા બાદ તેને ઠીક કરવામાં આવી હતી. હવે આ સમસ્યા Gmail માં પણ આવી રહી છે. ટ્વિટર પર #GmailDown ટોપ ટ્રેન્ડ રહ્યું હતું. લોકોએ ટ્વિટર પર ગૂગલને ટેગ કરતી વખતે સમસ્યા જણાવી હતી.

વપરાશકર્તાઓ ઇમેઇલ મોકલી શકતા ન હતા.
મંગળવારે ભારતના થોડાક ભાગોમાં Gmail બંધ થઈ ગયું હતુ કારણ કે વપરાશકર્તાઓ ઇમેઇલ મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા. ડાઉન ડિટેક્ટર મુજબ, 68 ટકા વપરાશકર્તાઓએ અહેવાલ આપ્યો છે કે તેઓ વેબસાઇટ સાથે સમસ્યા અનુભવી રહ્યા છે, 18 ટકાએ સર્વર કનેક્શનની જાણ કરી છે, અને 14 ટકાએ લોગિન સમસ્યાની જાણ કરી છે.

Gmail Log In કરી શકતા ન હતા.
ભારત અને કેટલાક અન્ય દેશોના વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ કરી છે કે તેઓ Gmail ને એક્સેસ કરવામાં અસમર્થ છે. એક યુઝરે કહ્યું, "હું Mail મોકલવા કે પ્રાપ્ત કરવામાં સમર્થ નથી, Gmail ડાઉન છે."

Google તરફથી હજી સુધી કોઈ નિવેદન નથી આવ્યું.
અન્ય એક વપરાશકર્તાએ કહ્યું, "મને લાગે છે કે, ફરીથી જીમેલ કામ કરી રહ્યું નથી, અથવા તો હું આ સમસ્યાનો સામનો કરતો એકમાત્ર વપરાશકર્તા છું." અત્યાર સુધી, ગૂગલ તરફથી હજી સુધી જીમેલ ડાઉન અંગે કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.