khissu

'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરું છે', ગુજરાતમાં ઠેક-ઠેકાણે વરસાદ પડશે... અંબાલાલ પટેલની નવી આગાહીથી હાહાકાર

Gujarat Weather: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સર્જાયું છે, જે તાઇવાનના ભાગમાંથી બંગાળની ખાડીમાં આવી શકે છે. જેના કારણે આ સિસ્ટમ ફરીથી બંગાળની ખાડીમાં હલચલ મચાવી શકે છે. 

10 થી 12 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં પુન: સક્રિય થવાથી આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે.  તો વળી બીજી આગાહી કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, '17થી 20 ઓક્ટોબરમાં ભારે સાયક્લોન સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે'

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરું છે'. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે આગાહીઓ કરી છે. તેમણે આગાહીમાં એમ પણ જણાવ્યુ છે કે, આ વખતે જાન્યુઆરી ભારે ઠંડો રહેશે. આ ઉપરાંત તેમણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ બનશે તે અંગે પણ અનુમાન કર્યુ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, '17થી 20 ઓક્ટોબરમાં ભારે સાયક્લોન સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે. આ વખતે અલનીનોની અસર રહેશે તો શિયાળો હુંફાળો રહેશે અને શિયાળો ગરમ રહેશે તો ઘંઉના પાકમાં તેનો ઉગાવો બરાબર થશે નહીં. પરંતુ તેનું હજુ કાંઇ ન કહી શકાય. કારણ કે અહીં એક પછી એક સિસ્ટમ આવી રહી છે.'

'22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય ભાગોમાં ભારે હિમ વર્ષા થશે જેના કારણે ઠંડી આવવાની શક્યતા છે. આ વખતનો જાન્યુઆરી માસ ઠંડો છે. પાંચમી ફેબ્રુઆરીના રોજ પણ ભારે પવન ફૂંકાશે. આ વખતે આગળના શિયાળામાં અલનીનોની અસર પ્રમાણે શિયાળો કેવો રહેશે તે જોવું પડશે પરંતુ પાછળથી શિયાળો વધારે ઠંડો રહેશે.'