khissu

અમેરિકામાં નવા પ્રમુખ તરીકે આજે શપથ લેશે બાઈડન, પહેલીવાર ૨૫ હજાર સૈનિકોની સુરક્ષા, શા માટે ?

હાલમાં જ અમેરિકામાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ટ્રમ્પની નાલેશીભરી હાર થઈ હતી. અમેરિકામાં ટ્રમ્પની વિદાય પછી હવે બાઈડન નવા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે અને સાથે કમલા હૈરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

આજે ભારતીય સમય મુજબ રાત્રે ૧૦.૩૦ વાગ્યે બાઈડન અને કમલા હૈરિસ શપથ લેશે. પરંતુ આ વખતે શપથગ્રહણમાં કાંઈક  અલગ જ નજારો  જોવા મળી રહ્યો છે. જેમાં શપથગ્રહણ ની તૈયારીઓ માટે વોશિંગ્ટન ડીસીમાં ૨૫ હજાર અમેરિકન સૈનિકોને  ગોઠવવામાં આવ્યા છે જે અત્યાર સુધીમાં પ્રથામવાર બન્યું છે.

આ વખતે આટલી બધી સુરક્ષા શા માટે ?

અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ટ્રમ્પ ની નાલેશીભરી હાર થતા ટ્રમ્પ ના સમર્થકો ઉશ્કેરાયેલા જોવા મળે છે જેનો ખ્યાલ ૬ જાન્યુઆરીએ અમેરિકાની સાંસદ બનેલ ઘટના પરથી આવી જાય છે. આ ઉપરાંત અમરેકાની સૌથી મોટી સુરક્ષા એજન્સી FBI એ કહ્યું કે, ટ્રમ્પના સમર્થકો સમગ્ર અમેરિકામાં ઠેર-ઠેર હિંસા કરવાની ફિરાકમાં છે.

ટ્રમ્પના સમર્થકોથી સુરક્ષા માટે કેવી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ?

શપથગ્રહણ પહેલા જ વોશિંગ્ટન ડીસી માં ૨૫ હજાર સૈનિકોનો કાફલો લગાવી દીધો છે. શપથ ગ્રહણ માટે પરેડમાર્ગની સાથે બનાવવામાં આવેલા વ્યુઈંગ સ્ટેન્ડને નીચે લેવામાં આવ્યું છે. બાઈડન ની ટીમે અમેરિકાના લોકોને રાજધાનીમાં આવવા-જવાથી બચવા કહ્યું છે અને લોકોને ઘરે બેઠા જ સમારંભ જોવાની ભલામણ કરી છે.

કોરોના સંક્રમણ ને કારણે પણ અમુક બાબત અલગ જોવા મળશે.


અમેરિકામાં અત્યારસુધી શપથગ્રહણ વખતે ૨ લાખ ટીકીટ આપવામાં આવતી હતી પરંતુ આ વખતે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ફક્ત ૧ હજાર ટીકીટ જ આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના લોકોને ઘરે બેસીને જ આ સમારંભ જોવાની અપીલ કરી છે.