khissu

કપિલ દેવને પાછળ છોડી અશ્વિને બનાવ્યો નવો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર ખેલાડી રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલ ટેસ્ટ મેચમાં વિકેટ પોતાના નામે કરી હતી. જેના લીધે ઓસ્ટ્રેલિયા સામે વિકેટ લેનાર પૂર્વ ક્રિકેટર કપિલ દેવને પાછળ મૂકી દીધા છે. 
હાલમાં ચાલી રહેલ ( 18/12/2020 ) માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા vs ઇન્ડિયા ની ટેસ્ટ શ્રેણીમાં પહેલી મેચ દરમિયાન ભારતે ૨૪૪ રન કર્યા હતા અને ઓસ્ટ્રેલિયા ટીમે ૧૯૧ રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લેનાર દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલે છે. જેને ૧૧૧ વિકેટ એના નામે કરી છે. હરભજનસિંઘ બીજા સ્થાને છે જેણે ૯૫ વિકેટ એના નામે કરી છે. ત્રીજા સ્થાને રવિચંદ્રન અશ્વિન છે જેણે ૮૧ વિકેટ એના નામે કરી છે. ચોથા સ્થાને કપિલ દવે છે જેણે ૭૯ એના નામે કરી છે. અને પાંચમા સ્થાને જહિર ખાન છે જેણે ૬૧ વિકેટ એના નામે કરી છે.