khissu

ગિરનારના ડુંગર પર બની ગયો એશિયાનો સૌથી મોટો રોપ વે | વડાપ્રધાન મોદીજી એ ઈ- લોકાર્પણ કર્યું

એશિયાનો સૌથી મોટો રોપ-વે બની ગયો છે ગિરનાર ના ડુંગર પર. નરેન્દ્ર મોદી એ ડિજિટલ રીતે ઈ - લોકાર્પણ કર્યું હતું અને વિજય રૂપાણી એ રોપ-વે માં મુસાફરીનો આનંદ માણ્યો હતો. 


તમને જણાવી દઈએ કે આ રોપ- વે માત્ર અંબાજી માતા ના મંદિર સુધી જ બનાવવામાં આવી છે. ભવનાથની તળેટીથી છેક દત મંદિર સુધી 9999 પગથિયાં ચડીને જવું પડતું હતું. તે માટે 6 થી 7 કલાક નો સમય લાગતો હતો. જોકે છેક દત મંદિર સુધી તો નહિ પણ અંબાજી માતા ના મંદિર સુધી રોપ- વે દ્વારા માટે 8 મિનિટ માં અંતર કાપી શકાય અને પછી અંબાજી માતાના મંદિરથી દત મંદિર સુધી તો ચાલીને જ જવું પડશે.


અંબાજી માતાના મંદિરથી દત મંદિર સુધી 5500 પગથિયાં છે જે રોપ-વે દ્વારા કાપી શકાશે અને બાકીના 4499 પગથિયાં તો તમારે ચાલીને જ જવું પડશે.


ભવનાથની તળેટીથી અંબાજી માતાના મંદિર સુધી રોપ- વે દ્વારા 8 મિનિટ લાગશે. રોપ- વે. ના રૂટ પર 9 ટાવર ઊભા કરવામાં આવ્યાં છે. એક ટ્રોલી માં 8 વ્યક્તિ બેસી શકશે. દર 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે. 16 વર્ષની વધુ ઉંમરના લોકો માટે ટુ- વે ટિકિટનો દર 750 રૂપિયા રાખવામાં આવ્યો છે અને વન-વે ટિકિટ નો દર 400 રૂપિયા છે. બાળકોની ટિકિટ 300 રૂપિયા છે.