Top Stories
khissu

તાડપત્રીની ખરીદી માટે રૂપિયા ૧૮૭૫ ની સહાય : I KHEDUT PORTAL પર હાલ ચાલુ યોજના

તાડપત્રી (તાલપત્રી) ની ખરીદી કરવા માટે હાલ સરકાર સહાય આપે છે. જેમાં સામાન્ય ખેડૂતો માટે તાડપત્રી ની ખરીદ કિંમતના ૫૦% અથવા ૧૨૫૦  બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મળશે. ખેડૂત દીઠ બે નંગ મળવાપાત્ર રહેશે.

અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે. ખાતેદાર  દીઠ વધુમાં વધુ બે નંગ મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર છે.

અરજી સાથે જોડવાના પુરાવા :- 

અરજી કરેલ હોય તેની નકલ

આધાર કાર્ડની નકલ 

રેશનકાર્ડ ની નકલ 

૭/૧૨ ૮ - અ ની નકલ 

બેંક ખાતાની નકલ 

જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ માટે)

અરજી ક્યાં કરવાની રહેશે ? 

દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે. 

ખરીદી ક્યાંથી કરવાની રહેશે ?

ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. 

અરજી કરવાની તારીખ :-

તારીખ ૦૬/૦૩/૨૦૨૧ થી 30/૦૪/૨૦૨૧  સુધી આઈ ખેડૂતના પોર્ટલ પર કરી શકશો.

અરજી કરવા માટેની લીંક