Top Stories
khissu

SBIના ગ્રાહકો ધ્યાન આપો, હવે ATMમાંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ ગઈ, જાણો સંપુર્ણ માહિતિ

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હવે એટીએમમાંથી રોકડ ઉપાડવાની રીત બદલી છે. હવે SBIએ ATMમાંથી રોકડ ઉપાડવા માટે OTP સેવા શરૂ કરી છે. બેંકે પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે આ મોટો ફેરફાર કર્યો છે. ટૂંક સમયમાં જ આ નિયમ SBI ATM પર લાગુ થતો જોવા મળશે.

બેંક અનુસાર, ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરતી વખતે, બેંકના ગ્રાહકોએ ATMમાંથી રોકડ ઉપાડતી વખતે OTP શેર કરવો પડશે, જેથી એ સુનિશ્ચિત થાય કે ATM યુઝર્સ યોગ્ય છે. OTP એ સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ચાર-અંકનો નંબર છે જે બેંક ગ્રાહકના નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલશે. આ OTP રોકડ ઉપાડને પ્રમાણિત કરશે અને માત્ર એક ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે.

OTP રોકડ ઉપાડ 1 જાન્યુઆરી, 2020 થી નિયમ લાગુ થયો હતો
દેશની સૌથી મોટી ધિરાણ આપતી બેંક SBI એ 1 જાન્યુઆરી, 2020 થી OTP આધારિત રોકડ ઉપાડની સેવાઓ શરૂ કરી હતી. SBI સમયાંતરે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ દ્વારા ATM છેતરપિંડી વિશે જાગૃતિ ફેલાવે છે.

આ પણ વાંચો: બેંકે ગ્રાહકો માટે શરૂ કરી આ નવી સુવિધા, હવે કાર્ડ વગર પણ ઉપાડી શકશો ATMમાંથી પૈસા, જાણો કેવી રીતે

10 હજાર કે તેથી વધુના ટ્રાન્ઝેક્શનમાં OTPની જરૂર પડશે
હવે આ સેવા SBI ગ્રાહકો માટે ATMમાંથી રોકડ ઉપાડવાના સમયે કામમાં આવશે. SBIએ આ નિયમો વધતા ફ્રોડ, સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે SBI ATMમાંથી એક જ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 10,000 કે તેથી વધુ ઉપાડનારા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન કરવા માટે OTPની જરૂર પડશે.

OTP નો ઉપયોગ કરીને રોકડ ઉપાડો
SBI ATMમાંથી રોકડ ઉપાડતી વખતે તમારી સાથે તમારું ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન હોવો આવશ્યક છે
એકવાર તમે ઉપાડની રકમ સાથે તમારું ડેબિટ કાર્ડ અને એટીએમ પિન દાખલ કરો, પછી તમને OTP માટે પૂછવામાં આવશે
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા OTP મોકલવામાં આવશે
ATM સ્ક્રીન પર તમારા ફોન પર મળેલ OTP દાખલ કરો
માન્ય OTP દાખલ કર્યા પછી વ્યવહાર પૂર્ણ થશે