khissu

વેકેશન ખુલતા જ ખેડૂતોના નસીબ જાગ્યા, કપાસના ભાવમાં તેજી આવી, જાણો આજના કપાસના ભાવ

લાભ પાંચમનો દિવસથી લગભગ સમગ્ર ગુજરાતમાં વેપારીઓએ પોતાના ધંધા અને પેઢીઓના નવા વર્ષના શ્રી ગણેશ કર્યા હતા. ખાસ કરીને આજે ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પણ નવી જણસોના આવવાથી યાર્ડની કામગીરીની શરૂઆત થઈ હતી.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની પડેલી લાંબી રજા બાદ આજથી લાભ પાંચમના દિવસે હરાજી સહિતના કામો શરૂ થઇ ચૂક્યા છે અને નવા વર્ષે કપાસ ,મગફળી અને ડુંગળીની આવક વધશે તેવી આશા સેવાઈ રહી છે.

હાલ કપાસની સીઝન હોઈ પ્રથમ દિવસે ખેડૂતો મોટા પાયે કપાસ લઈને આવ્યા હતા અને હરાજીમાં ભાગ લીધો હતો જયારે દિવાળી વેકેશન પડ્યું ત્યારે કપાસના ભાવ 1400 આસપાસ હતા જે ખેડૂતો માટે ઓછા મનાઈ રહ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે નવી સીઝનમાં કપાસના ભાવ ખેડૂતોને 1800 થી 2000 મળે તો જ યોગ્ય ગણાશે. આમ ધરતીપુત્રોને આ નવું વર્ષ આવકના હિસાબે તેમના માટે સારા વાવડ લઈને આવશે એવી આશા તેઓ સેવી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમને ખેતરમાં કાળી મજૂરી કરીને અને જેમાં મોંઘી મજૂરી તેમજ મોંઘા બિયારણનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે જો ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે વેપારીઓ અને સરકારે ધ્યાન આપવું જોઈએ નહિતર ખેડૂતો ખેતી છોડીને અન્ય રોજગારી તરફ વળી જશે તેમ પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.

રાજકોટ (બેડી)માર્કેટ યાર્ડમાં લાભ પાંંચમ પુર્વે ગત સાંજથી જ મગફળી, કપાસ, સુકા મરચા અને અન્‍યજણસી ભરેલા ૭૦૦ થી વધુ વાહનોની કતારો લાગીહતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, તમામ ડીરેકટરો તથા યાર્ડના સ્‍ટાફે ખડેપગે રહી વિવિધ જણસીઓની ઉતરાઇ કરાવી હતી.

હાપા યાર્ડમાં કપાસ અને મગફળીની પુષ્કળ આવક થવા પામી છે, આજે યાર્ડમાં છ ગુણી નવા અજમાની આવક થવા પામી છે અને આ લખાય છે ત્યારે હરરાજી શરુ થઇ છે, યાર્ડમાં આજે ખૂલતી બજારે પુષ્કળ આવકથી ખેડૂતોમાં ખુશીની લાગણી જન્મી છે, જે યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવે છે.

કપાસના બજાર ભાવ 

તા. 18/11/2023, શનિવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ13751514
અમરેલી9991541
સાવરકુંડલા13801511
જસદણ13001505
બોટાદ11551550
મહુવા13201450
ગોંડલ12011501
કાલાવડ13501515
જામજોધપુર13511541
ભાવનગર13421468
જામનગર12001530
બાબરા13951525
જેતપુર13511501
વાંકાનેર12501530
મોરબી12001514
રાજુલા13961501
હળવદ13011515
વિસાવદર13751511
તળાજા13801466
જુનાગઢ13001422
ઉપલેટા13501505
માણાવદર12501525
ધોરાજી13961471
વિછીયા13701440
ભેંસાણ12001520
ધારી13811505
લાલપુર14441506
ખંભાળિયા13501475
ધ્રોલ12301486
પાલીતાણા13501440
સાયલા14001520
હારીજ14301511
વિજાપુર13001501
ગોજારીયા13701461
હિંમતનગર13711471
પાટણ13501521
થરા12751471
તલોદ13611411
ડોળાસા14001476
ટિંટોઇ13011416
દીયોદર13401400
બેચરાજી13301430
ગઢડા13701494
ઢસા13701460
ધંધુકા14401500
વીરમગામ11001601
ચાણસ્મા11511431
ખેડબ્રહ્મા14111480
શિહોરી11001421
લાખાણી13601438