khissu

કપાસના ભાવમાં તેજી : જાણો આજની 30+ માર્કેટિંગ યાર્ડના ભાવો, આગળ જતા કેવા રહેશે ભાવ

કપાસ બજારમાં આજે સુસ્ત માહોલ હતો. દીવાળીના તહેવારો નજીક હોવાથી ગામડે ગામડેથી પૂરા જોશમાં કપાસની આવકો થઇ હતી. માર્કેટ યાર્ડોમાં આજે પ્રવર્તમાન સીઝનની સૌથી વધુ 3.34 લાખ મણની આવકો નોંધાઇ હતી. અગ્રણી બ્રોકરોના મતાનુંસાર મહારાષ્ટ્ર સહિત પરપ્રાંતમાંથી આજે કુલ કપાસની 400થી વધુ ગાડીઓ ઠલવાઇ હતી.દીવાળીના તહેવારો હોવાથી પીઠાઓમાં ખેડૂતો દ્વારા હોંબેશ કપાસની આવકો થઇ હતી.

દિવાળીના તહેવારો આવતા હોવાથી ખેડૂતોને હાલ પૈસા છૂટા કરવા છે, જેથી ખેડૂતોએ અત્યાર સુધી કપાસ સાચવી રાખ્યો હતો, તે કપાસ પણ હાલ વેચાવા આવવા લાગ્યો છે. દરમિયાન દીવાળી બાદ કપાસમાં પરપ્રાંતની નવી આવકો પુરજોશમાં ચાલુ થાય, અને સંભવતઃ રૂના ભાવ અંતર્ગત જીનર્સોની ડીસ્પેરિટી સાવ ઘટી જાય અથવા તો નીકળી જાય તો બજારમાં કામકાજનો ધમધમાટ વધશે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. આજે પીઠાઓમાં ખેડૂતોને કપાસના રૂ.800 થી 1760 સુધીના ભાવ મળ્યા હતા, દરમિયાન બ્રોકરો દ્વારા મહારાષ્ટ્ર અને કાઠિયાવાડના કપાસમાં રૂ.1500 થી 1625માં ભાવે કામકાજ થયા હતા.

કપાસના ભાવો:

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1760 રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ આજનાં 28 ઓક્ટોબર 2021 ને ગુરૂવાર નાં ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1140

1671

જસદણ 

1100

1670

બોટાદ 

950

1760

જામજોધપુર 

1050

1725

ભાવનગર 

1090

1645

જામનગર

1215

1715

બાબરા 

1200

1720

મોરબી 

1051

1313

હળવદ 

1280

1648

વિસાવદર 

1270

1680

તળાજા 

800

1700

ઉપલેટા 

800

1780

લાલપુર 

1145

1759

હિંમતનગર

1300

1600

ધ્રોલ 

1200

1679

પાલીતાણા 

1130

1640

હારીજ 

1500

1640

ધનસુરા 

1400

1570

વિસનગર 

1000

1652

વિજાપુર 

1050

1700

માણસા 

1076

1656

કડી 

1421

1681

થરા

1455

1650

બેચરાજી 

1250

1625

ચાણસ્મા 

137

1652

ઉનાવા 

1000

1701

શિહોરી 

1376

1585

ઇકબાલગઢ 

1522

1609

 સતલાસણા 

1370

1590

આંબલીયાસણ

1001

1651