khissu

સરકારે આપ્યું એલર્ટ! ઈ-મેલ દ્વારા તમારૂ બેંક એકાઉન્ટ થઈ શકે છે હેક

હાલમાં દરેક મોટા ભાગના લોકો ઈમેલનો ઉપયોગ કરે છે, જેનો કેટલાક લેભાગુ લોકો લાભ ઉઠાવી છેતરપિંડી કરે છે. વિશ્વમાં લાખો લોકો આવા હેકરના ચક્કરમાં આવી મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યા છે. એવામાં ઈલેક્ટ્રોનિક મેઈલ એટલે કે ઈ-મેલનો ઉપયોગ કરતા યુઝર્સ માટે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા એક એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

યુઝર્સના બેંક એકાઉન્ટમાં છેડછાડ કરી શકાય છે
નોંધનિય છે કે, CERT-In ના રિપોર્ટ અનુસાર રેન્સમવેર વાયરસ ઈ-મેલ દ્વારા ફેલાય છે. જેથી ઈ-મેલ યુઝર્સે સાવધાન રહેવું ખુબ જરૂરી છે. રેમસમવેર વાઈરસ દ્વારા યુઝર્સના બેંક એકાઉન્ટમાં છેડછાડ કરી શકાય છે.  જેને લઈને CERT-In એ 21મી ડિસેમ્બરે વાયરસને લઈને એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેથી લોકો સાવચેત રહે.

તે કેવી રીતે કામ કરે છે
આ અંગે CERT-In એ જણાવ્યું કે, નવા રેમસોમવેર વાયરસને વિન્ડોઝ કોમ્પ્યુટર યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આ વાયરસ ઈમેલ દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચ્યો છે. ત્યાર બાદ આ વાયરસ તમારા પીસીનો કંટ્રોલ હેકર્સને આપી દે છે. ત્યાર પછી આ હેકર્સ તમારા પીસીને દૂરથી જ લોક કરી દે છે. ત્યાર બાદ હેકર્સ તરફથી તમારી પાસે પૈસાની માંગ કરવામાં આવે છે.

તો તમારો ડેટા હવે સુરક્ષિત રહેશે નહીં
નોંધિનય છે કે, આ માંગ બિટકોઈનમાં પણ કરી શકાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જો યુઝર્સ દ્વારા પૈસા ન આપવામાં આવે તો આ હેકર્સ તમારી જરૂરી ફાઇલો ડિલીટ પણ કરી નાખે છે. આ ઉપરાંત કોમ્પ્યુટરને ડિફેક્ટ પણ કરી નાખે છે. જો તમારા કમ્પ્યુટરનો ડેટા લૉક થઈ ગયો છે અને સ્ક્રીન વૉલપેપરને ખંડણી નોટથી બદલવામાં આવ્યું હોય, તો તમારો ડેટા હવે સુરક્ષિત રહેશે નહીં. જેથી તમારે આ અંગે સાવચેતી રાખવી જરૂરી બની જાય છે.

કેવી રીતે આવા હેકર્સથી બચી શકાય?
- તમારા પ્રોગ્રામ્સ અને ઓપરેટિંગ સિસ્ટમને હંમેશા નવા વર્ઝન સાથે અપડેટ રાખો.
- કોમ્યુનિકેશન નેટવર્કને કોમર્શિયલ એક્ટિવિટીથી અલગ રાખો. આ માટે ફિજિકલ કંટ્રોલ અને વર્ચ્યુઅલ લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ કરી શકાય છે.
- વપરાશકર્તાઓએ જરૂરિયાત વિના પોતાના રિમોટ ડેસ્ક પ્રોટોકોલ (RDP) ને ડિએક્ટિવ કરવું જોઈએ. આ સાથે જ્યારે જરૂરી હોય ત્યારે સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ.
- સૉફ્ટવેર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને રન કરવા માટે યૂઝર્સ પરમીશનને બ્લોક કરો.