khissu

આજથી હપ્તો (EMI) વધીને આવશે, બેંક ઓફ બરોડા (BOB) ખાતા ધારકો માટે આવી મોટી અપડેટ, જાણો બરોડા ખાતા ધારકો

નમસ્કાર ગુજરાત, બેંક ઓફ બરોડા (BOB) અને કેનેરા બેંક સહિત કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોએ ફંડના માર્જિનલ કોસ્ટ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે. આ MCLR માં વધારો કરતા માસિક હપ્તા (EMI)માં વધારો થશે. નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થયા છે.

જયારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તેની નાણાકીય નીતિ સમીક્ષામાં મુખ્ય નીતિ દર રેપોને 6.50 ટકા પર યથાવત રાખ્યો હતો, જોકે વિવિધ જાહેર ક્ષેત્રની બેંકોએ MCLRમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:- તહેવારોની સિઝનમાં SBIએ ખાતાધારકો માટે શરૂ કરી જોરદાર સુવિધા, હવે જાન્યુઆરી 2024 સુધી તમારે હજારો રૂપિયાનો ફાયદો

બેંકોના આ પગલાથી MCLR સાથે જોડાયેલા માસિક હપ્તા (EMI)માં વધારો થશે. BOBએ શેરબજારને માહિતી આપી હતી કે એક વર્ષનો MCLR સુધારીને 8.70 ટકા કરવામાં આવ્યો છે. હાલમાં તે 8.65 ટકા છે. નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થયા છે.

કેનેરા બેંકે પણ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તે હવે વધીને 8.70 ટકા થઈ ગયો છે. નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થયા છે.

જાહેર ક્ષેત્રના અન્ય ધિરાણકર્તા બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM)એ MCLRમાં 0.10 ટકાનો વધારો કર્યો છે.

એક વર્ષનો MCLR 8.50 ટકાથી વધીને 8.60 ટકા થયો છે, BOMએ શેરબજારને જણાવ્યું હતું. સુધારેલા દરો 10મી ઓગસ્ટથી લાગુ કરશું.

(Bank of Baroda, Canara Bank, Bank of Maharashtra hike interest rates on loans, loans will be expensive EMI will rise news)