khissu

બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: બેંક ઓફ બરોડા, SBI અને ICICI બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર....

ઘણી બેંકોએ તેમના એટીએમમાં કાર્ડલેસ રોકડ ઉપાડ (Cardless Cash Withdrawal) ની સુવિધા રજૂ કરી છે જે ગ્રાહકોને એટીએમમાંથી સુરક્ષિત અને અનુકૂળ રીતે રોકડ ઉપાડવા માટે સક્ષમ બનાવે છે. 

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank Of India- SBI), બેંક ઓફ બરોડા (Bank Of Baroda- BOB) અને ICICI બેંક સહિત ઘણી મોટી બેંકો ગ્રાહકોને આ સેવા આપી રહી છે. કાર્ડલેસ રોકડ ઉપાડ સેવા 24 × 7 રોકડ ઉપાડવાની એક સરળ અને સુરક્ષિત રીત છે.

આ સુવિધાનો ઉપયોગ ડેબિટ કાર્ડ વિના બેંકના ATMમાંથી રોકડ ઉપાડવા માટે કરી શકાય છે. ચાલો તમને જાણીએ દઈએ કે ડેબિટ કાર્ડ વગર ATM માંથી પૈસા ઉપાડવાની રીત શું છે?

ICICI બેંકની કાર્ડલેસ રોકડ ઉપાડ સેવા-
>> સૌ પ્રથમ 'iMobile' એપમાં લોગ ઇન કરો અને 'Services' અને ICICI બેંકના ATM માં 'Cash Withdrawal' ને પસંદ કરો.
>> રકમ દાખલ કરો, તમારો એકાઉન્ટ નંબર પસંદ કરો, 4-અંકનો કામચલાઉ પિન (એક વખત વાપરી શકાય તેવો) જનરેટ કરો અને સબમિટ કરો.
>> તમને તેનાથી સંબંધિત OTP (વન ટાઇમ પાસવર્ડ) પ્રાપ્ત થશે.
>> કોઈપણ ICICI બેંક એટીએમની મુલાકાત લો અને કાર્ડલેસ કેશ ઉપાડ પસંદ કરો.
>> આ પછી 'Enter Mobile Number’ અને' Reference OTP’ નંબર પસંદ કરો.
>> તમારો કામચલાઉ પિન દાખલ કરો અને પછી રોકડ ઉપાડ માટે રકમ પસંદ કરો.
>> આ તમામ માહિતી નાખ્યાં બાદ એટીએમમાંથી પૈસા ઉપડી જશે.

SBI ની કાર્ડલેસ રોકડ ઉપાડ સેવા-
>> SBI ની YONO એપમાં લોગ ઇન કર્યા પછી, SBI ખાતાધારકે YONO Cash પર ક્લિક કરવાનું રહેશે.
>> પછી એટીએમ વિભાગમાં જાઓ અને તમે એટીએમમાંથી જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરો.
>> રકમ દાખલ કર્યા બાદ 6 અકનો કામચલાઉ (એક વખત વાપરી શકાય તેવો) જનરેટ કરો અને સબમિટ કરો.
>> આ પછી SBI તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર YONO કેશ ટ્રાન્ઝેક્શન નંબર મોકલશે.
>> SBI ના કોઈપણ એટીએમ જઈ YONO Cash પર ક્લીક કરો. ત્યાર બાદ મોબાઈલમાં આવેલ ટ્રાન્ઝેક્શન નંબર દાખલ કરો.
>> આ પછી રોકડ ઉપાડની રકમ દાખલ કરો અને કામચલાઉ પિન દાખલ કરો.
>> આ તમામ માહિતી નાખ્યાં બાદ એટીએમમાંથી પૈસા ઉપડી જશે.

BOB ની કાર્ડલેસ રોકડ ઉપાડ સેવા-
>> BOB ગ્રાહકોએ માત્ર BOB M-કનેક્ટ મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ખોલવાની અને કાર્ડલેસ વ્યવહાર માટે ઓટીપી જનરેટ કરવાની જરૂર છે.
>> BOB મોબાઇલ બેંકિંગમાં લોગીન કરો અને પ્રીમિયમ સર્વિસ ટેબ પર ટેપ કરો.
>> કેશ ઓન મોબાઇલ સેવા પર પર ક્લિક કરો.
>> હવે તમારો એકાઉન્ટ નંબર પસંદ કરો, રકમ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
>> વિનંતી સબમિટ કર્યા પછી, બેંક તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલશે. નોંધ, આ OTP માત્ર 15 મિનિટ માટે માન્ય છે. જેથી 15 મિનિટમાં તમારે ATMમાંથી પૈસા ઉપાડવાના રહેશે.
>> આ ઓટીપી સાથે તમારા નજીકના બેંક ઓફ બરોડા એટીએમની મુલાકાત લો અને એટીએમ સ્ક્રીન પર ‘કેશ ઓન મોબાઇલ’ વિકલ્પ પસંદ કરો.
>> હવે તમારા મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો અને ત્યાર બાદ રકમ દાખલ કરો.
>> આ તમામ માહિતી નાખ્યાં બાદ એટીએમમાંથી પૈસા ઉપડી જશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.