Top Stories
ખેડૂતોને ઘર બનાવવા માટે આ બેંક આપી રહી છે 50 લાખ રૂપિયા!

ખેડૂતોને ઘર બનાવવા માટે આ બેંક આપી રહી છે 50 લાખ રૂપિયા!

સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા અને તેમની મદદ માટે અનેક યોજનાઓ લાવી છે. આ ઉપરાંત ઘણી બેંકો પણ ખેડૂતોને મદદ કરી રહી છે. હવે દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક "બેંક ઓફ ઈન્ડિયા" એ એક અલગ જ યોજના લાવી છે જેનું નામ છે 'સ્ટાર કિસાન ઘર' યોજના. જેના માધ્યમથી ખેડૂતો મકાનો બાંધી શકશે તથા મકાનોના સમારકામ માટે ઓછા વ્યાજના દરે લોન પણ લઇ શકશે. આ લોન ચુકવવા માટે બેંક એફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોને પૂરતો સમય પણ આપવામાં આવી રહ્યો છે.


કોને મળશે આ લાભ?

જેઓ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો કે જે ખેડૂત છે તેમને આ વિશેષ યોજનાનો લાભ મળશે. કેમ કે, આ ખાસ યોજના BOI દ્વારા તેમના ગ્રાહકો માટે જ શરૂ કરવામાં આવી છે. નોંધનિય છે કે, બેંક ઓફ ઈન્ડિયાની આ યોજનાનો લાભ ફક્ત KCC ખાતા ધરાવનાર ખેડૂતો જ લઈ શકે છે.  જે ખેડૂતોએ તેમની ખેતીની જમીન પર તેમનું ફાર્મ હાઉસ બાંધવું હોય અથવા તેમના વર્તમાન મકાનનું સમારકામ અથવા તે મકાનનું નવીનીકરણ કરાવવાનું હોય, ફક્ત તે ખેડૂતોને જ લાભ મળશે.


કેવી રીતે મળશે આ લાભ?

હવે ખેડૂતો માટે તેમના સપનાનું ઘર બનાવવું બની ગયું છે ખૂબ જ સરળ કારણ કે,"બેંક ઓફ ઈન્ડિયા" આપી રહી છે 50 લાખ રૂપિયા સુધીની લોન. જેમાં ખેડૂતોને 8.05 ટકાના વ્યાજ દરે 1 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તેની ચૂકવણી કરવા માટે ખેડૂતોને 15 વર્ષ સુધીનો સમય પણ આપવામાં આવશે. આ ઉપરાંત, હાલના મકાનમાં સમારકામ અથવા નવીનીકરણનું કામ કરતા ખેડૂતોને 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

 

ITR આપવાની જરૂર નથી

સૌથી મહત્વની વાત એ છે કે આ યોજનામાં ખેડૂતોને IT રિટર્ન આપવાની જરૂર રહેશે નહીં. બેંક ઓફ ઈન્ડિયાની 'સ્ટાર કિસાન ઘર' લોન યોજના અંગે જો તમારે વધુ જાણકારી જોઈતી હોય તો તમે નજીકની BOI શાખાની મુલાકાત લઈ શકો છો અથવા બેંકના ટોલ ફ્રી નંબર 1800 103 1906 પર સંપર્ક કરી શકો છો.