khissu

દિવાળી ધનતેરસ આવે તે પેહલા ભડકો, દર વર્ષે રિપીટ થાય છે આ થીયરી, જાણો આજના સોના ચાંદીના ભાવ

નમસ્કાર ગુજરાત, જ્યારે પણ આપણા દેશમાં દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો નજીક આવે છે.  સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.  જો કે આ વખતે તહેવારો નજીક આવતા પહેલા જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  આ વર્ષે સોનાના ભાવમાં છેલ્લા મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે.  સોનાની કિંમતમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલને કારણે થયો છે.

ઇઝરાયેલ યુદ્ધને કારણે સોનાના ભાવમાં વધારો:- હવે ફરી એકવાર સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હકીકતમાં, તાજેતરમાં ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ છે. જેના કારણે સોનું ફરી એકવાર મોંઘુ થઈ ગયું છે.

આ પણ વાંચો:- નવરાત્રી દિવાળી આવે તે પહેલાં BOB એ લાખો ગ્રાહકોને આપી 2 મોટી ભેટ, હવે ફાયદો જ ફાયદો

આજે ગુજરાતમાં સોના ચાંદીના ભાવ:- આજે ગુજરાતમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 53,400 રૂપિયા નોંધાયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 58,250 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 72,600 રૂપિયાએ ટકેલો છે.

સોના ચાંદીની સાથે બીજામાં પણ ભાવ વધારો થશે:- મધ્ય પૂર્વમાં અશાંતિના કારણે વિશ્વભરમાં અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. સોના-ચાંદી ના ભાવ ઉપર પણ આ યુદ્ધની અસર તરત જ જોવા મળી હતી. મધ્ય પૂર્વ વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળવાના કારણે કિંમતી ધાતુના ભાવ હાલમાં આસમાને છે. ત્યારે આ બંને ધાતુઓમાં ફરી એકવાર જોરદાર તેજી આવી છે.