Top Stories
khissu

નવા વર્ષ પહેલા SBIએ કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર, વ્યાજ વધારવાનો નિયમ આજથી જ લાગુ થઈ ગયો

SBI FD Rate: જો તમારું એકાઉન્ટ SBIમાં છે અથવા તમે બેંકમાં સેવિંગ ખાતું ખોલાવ્યું છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. SBIએ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. વધેલો વ્યાજ દર રૂ. 2 કરોડથી ઓછીની FD પર લાગુ થાય છે. નવો દર 27 ડિસેમ્બર 2023થી લાગુ કરવામાં આવ્યો છે. બેંકે એક વર્ષથી વધુ, બે વર્ષથી ઓછા, 2 વર્ષથી વધુ, 3 વર્ષથી ઓછા અને પાંચ વર્ષથી વધુ સમયની તમામ મુદતના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ પહેલા બેંક ઓફ ઈન્ડિયા, ડીસીબી બેંક અને ફેડરલ બેંકે પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBIએ 45 દિવસમાં પાકતી FD માટે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

5 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર 6.75% વ્યાજ

SBIએ સાતથી 45 દિવસમાં પાકતી FD માટે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ થાપણો પર તમને 3.50%ના દરે વ્યાજ મળશે. 46 દિવસથી 179 દિવસની FD પરના વ્યાજમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને વ્યાજ 4.75%ના દરે મળશે. બેંકે FD પરના વ્યાજ દરમાં 180 દિવસથી 210 દિવસનો 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ FD પર 5.75%ના દરે વ્યાજ મળશે. બેંકે 211 દિવસથી એક વર્ષ કરતા ઓછા સમયગાળા પર વ્યાજમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે ત્રણ વર્ષથી 5 વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD પર 6.75% વ્યાજ મળશે.

નવા FD દરો આજથી લાગુ

> 7 દિવસથી 45 દિવસ 3.50%
> 46 દિવસથી 179 દિવસ 4.75%
> 180 દિવસથી 210 દિવસ 5.75%
>211 દિવસથી 1 વર્ષ 6% કરતા ઓછા
> 1 વર્ષથી 2 વર્ષથી ઓછા 6.80%
> 2 વર્ષથી 3 વર્ષથી ઓછા 7.00%
>3 વર્ષથી 5 વર્ષથી ઓછા 6.75%
> 5 વર્ષ અને 10 વર્ષ માટે 6.50%

વરિષ્ઠ નાગરિકો માટે FD પર વ્યાજ દર

વરિષ્ઠ નાગરિકોને બેંક તરફથી આ થાપણો પર 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ મળશે. નવા વધારા પછી, SBIએ સાત દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર વ્યાજ 4 થી વધારીને 7.5% કર્યું છે. SBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં FD રેટમાં ફેરફાર કર્યો હતો.