khissu

BSNL વાપરતા કે વાપરવા માંગતા લાખો યુઝર માટે મોટી જાહેરાત

હવે BSNL લાવી રહ્યું છે સુપરફાસ્ટ 4G ઈન્ટરનેટ, જે દરેક ઘરમાં ઉપલબ્ધ થશે.

હવે BSNL તરફથી નવી માહિતી મળી રહી છે કે ટૂંક સમયમાં સિમ ડિલિવરીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

આ અંતર્ગત તમને તમારા ઘરે સિમ ડિલિવરી મળશે. અને તમે તેને ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો.

જૂન મહિનાથી મળી મોટી ભેટ

BSNL દ્વારા જૂન મહિનાથી એક નવી સેવા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે તમે ઘરે બેઠા ઓનલાઈન સિમ ઓર્ડર કરી શકો છો.

આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી, ફક્ત તમારા સ્માર્ટફોન પર જાઓ અને BSNLની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓર્ડર કરો. આ સેવા ધીમે ધીમે આખા દેશમાં ઉપલબ્ધ થશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

હવે BSNL એપ્લીકેશન ડાઉનલોડ કરીને, તેને તમારી અંગત વિગતો ભરીને, સિમ કાર્ડનું સરનામું ભરીને, તમે માત્ર 5 દિવસમાં તેને ઓનલાઈન સીમ મેળવી શકો છો.

આ સેવા BSNL દ્વારા ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં દરેકને તેનો લાભ મળવાનો છે. 

નવી કંપનીઓ સાથે ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે અને સિમ કાર્ડની ડિલિવરી BSNL સાથે નહીં પણ ભાગીદારી હેઠળ શરૂ થશે, જોકે ખાનગી ટેલિકોમ કેન્દ્રોમાં આ પહેલેથી જ થઈ રહ્યું છે.