khissu

ડુંગળીનાં ભાવમાં મોટો કડાકો, શું ભાવ વધશે? જાણો આજના ભાવો

ડુંગળીની આવકો સતત વધી રહી હોવાથી ભાવમાં સતત ઘટાડો થતો જાય છે. લાલ ડુંગળીની તુલનાએ સફેદ ડુંગળીનાં ભાવમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે અને મહુવામાં સફેદ ડુંગળીની આવકો વધશે તેમ-તેમ હજી પણ તેના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. જ્યાં સુધી સરકાર નિકાસ ઉપર કોઇ રાહતો ન આપે ત્યાં સુધી ડુંગળીના ભાવમાં તેજી આવવાની શકયતાઓ નથી. નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અપ્રિલ પહેલા તે ડુંગળીની ખરીદી કરી શકે તેવી શક્યતાઓ ખુબ જ ઓછી છે. 
તા.૦૧/૦૩/૨૦૨૧ના રોજ ગોંડલમાં લાલ ડુંગળીમાં ૩૮૬૦૦ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૨૧ થી ૪૫૦ અને સફેદ ડુંગળીમાં ૨૩ હજાર ગુણી વેપાર સાથે ભાવ રૂ. ૧૧૧ થી ૧૯૧ જોવા મળ્યા હતાં. તેમજ મહુવામાં તા.૦૧/૦૩/૨૦૨૧ના રોજ લાલ ડુંગળીમાં ૬૦ હજાર ગુણી વેપાર સાથે ભાવ રૂ. ૧૪૨ થી ૫૫૮ અને સફેદ ડુંગળીમાં ૯૦ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૬૦ થી ૩૦૩નાં રહ્યા હતાં.

મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવતાં ખેડૂતો માટે ખાસ માહિતી:  

(૧) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક તા.૪/૩/૨૧ ગુરૂવાર સાંજના ૬/૦૦ થી શુક્રવાર સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. નકકી કરેલ સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નકકી કરેલ સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી જણાવેલ સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો. કાંદા ગેઈટ પર નોંધાવ્યા વગર હરરાજી કરવામાં આવશે નહી. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી .

(૨) મહુવામાં લાલ કાંદા ની આવક વધુ પડતી થઈ ગયેલ હોવાથી, તા. ૦૩/૦૩/૨૦૨૧ ને સવારે ૮ વાગ્યેથી લાલ કાંદાની આવક બંધ કરવામાં આવશે. કમીશન એજન્ટ ભાઈઓએ ગામડે ગાડી ભરવા મોકલવી નહિં તેમજ મંગાવવી નહીં. આમ છતા લાલ કાંદા આવશે તો તેની જવાબદારી ખેડૂતભાઇઓ તથા કમિશન એજન્ટ ભાઈઓની રહેશે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાને પ્રવેશ મળશે નહી. જેની તમામ ખેડૂત ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવે છે.

ગઈ કાલે (02/03/2021, મંગળવારના રોજ) લાલ ડુંગળી નો સૌથી ઊંચો ભાવ સુરત અને વડોદરા માર્કેટ યાર્ડમાં 600 જોવા મળ્યો હતો અને સફેદ ડુંગળીનો ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં 256 રૂપિયા રહ્યો હતો. 

ગઈ કાલે લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

રાજકોટ :- નીચો ભાવ 155 ઉંચો ભાવ 415 
મહુવા :- નીચો ભાવ 201 ઉંચો ભાવ 520
ભાવનગર :- નીચો ભાવ 350 ઉંચો ભાવ 550
ગોંડલ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 481
જેતપુર :- નીચો ભાવ 131 ઉંચો ભાવ 406
વિસાવદર :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 341
અમરેલી :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 400
મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 350
પાલીતાણા :- નીચો ભાવ 260 ઉંચો ભાવ 540
અમદાવાદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 460
સુરત :- નીચો ભાવ 400 ઉંચો ભાવ 600
વડોદરા :- નીચો ભાવ 300 ઉંચો ભાવ 600

ગઈ કાલે સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

ભાવનગર :- નીચો ભાવ 185 ઉંચો ભાવ 210
મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 256
ગોંડલ :- નીચો ભાવ 111 ઉંચો ભાવ 221

આજના ભાવો જાહેર થશે ત્યાર બાદ એડ કરવામાં આવશે.