રેશનકાર્ડ ધારકોને મોટો ફાયદો, 31 જુલાઈ સુધીમાં નવો નિયમ લાગુ થશે

વન નેશન વન રાશનકાર્ડ એટલે દેશના કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં એક જ રેશનકાર્ડની મદદથી મળતું રાશન. એટલે કે જો તમારી પાસે જો કોઈ એક રાજ્યનું રાશનકાર્ડ હોય અને તમે બીજા રાજ્યમાં સ્થળાંતર થવાનો વારો આવે તો ત્યાં પણ એ જ રેશનકાર્ડની મદદથી તમે રાશન મેળવી શકશો એટલે કે તમારે એ રાજ્યનું અલગથી રાશનકાર્ડ બનાવવું પડશે નહીં.

આ યોજનાનો સંપૂર્ણ અમલ થયો નથી એટલે શું?
વન નેશન વન રાશન કાર્ડ પુરી રીતે ત્યારેજ સફળ થાય જયારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજનાને અમલમાં મૂકે. નહીતો બને એવું કે તમે રહેતા હોય એ રાજ્યમાં તો આ યોજના અમલમાં હોય પરંતુ તમે જે બીજા રાજ્યમાં સ્થળાંતરિત થયા છો ત્યાં એ યોજના અમલમાં નથી તો તમે એ રાશનકાર્ડથી રાશન મેળવી શકશો નહીં. તેથી દેશના બધાજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેનો અમલ થવો જોઈએ.

સુપ્રિમકોર્ટે ફટકાર્યો નિર્દેશ: આ યોજનાનો દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલ કરવા માટે સુપ્રિમકોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 31 જુલાઈ સુધીમાં આ યોજના લાગું કરવાનો નિર્દેશ જાહેર કરી દીધો છે.

સુપ્રિમકોર્ટે શું શું આદેશ આપ્યાં?
- સુપ્રિમકોર્ટે કેન્દ્ર સરકાર અને એનઆઈસી ને 31 જુલાઈ સુધી અસંગઠિત મજૂરોની નોંધણી માટે પોર્ટલ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.
- સુપ્રિમકોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ-19 સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને વિનામૂલ્યે રાશન વિતરણ કરવાના નિર્દેશ આપ્યાં છે.
- આ ઉપરાંત વૈશ્વિક મહામારી ચાલુ રહે ત્યાં સુધી પ્રવાસી મજુરો માટે સામુદાયિક રસોડાનું સંચાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

રાજ્યો અને સુપ્રિમકોર્ટનો વિવાદ:
- મહારાષ્ટ્ર અને પંજાબ સરકાર વતી વન રાશન વન રાશનકાર્ડની યોજના અમલમાં મૂકી દીધી છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
- પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે આધાર સાથે જોડાવાની સમસ્યાને કારણે પશ્ચિમ બંગાળમાં આ યોજના લાગુ કરી નથી.
- ત્યારે સુપ્રીમકોર્ટે કહ્યું કે, ખોટા કોઈપણ બહાના ચાલશે નહીં, તમામ રાજ્યોએ આ યોજના લાગુ કરવાની રહેશે.

સુપ્રિમકોર્ટને કેન્દ્ર સરકારના જવાબ:
- કેન્દ્ર સરકારે કહ્યું કે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 86% વસ્તીને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. 
- જોકે જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તેવા રાજ્યોને કેન્દ્ર સરકારે નિશાન સાધતાં કહ્યું કે, આસામ, છત્તીસગઢ, દિલ્હી અને પશ્ચિમબંગાળમાં હજી સુધી આ યોજના અમલમાં મુકાઈ નથી.
- આ ઉપરાંત દિલ્હી સરકારને ઘેરતાં કહ્યું કે, દિલ્હી સરકારનો દાવો ખોટો છે, દિલ્હીમાં આ યોજના લાગુ કરવામાં આવી નથી, માત્ર સીમાપુરી વર્તુળમાં જ તેનો અમલ કરવામાં આવ્યો છે.

રાશનકાર્ડ વિશેની આ માહિતી આખી જાણવા માટે ઉપરનો વિડિયો જોઈ લ્યો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જનતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.