khissu

સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ માટે રાત્રિ કર્ફ્યુનો મોટો નિર્ણય

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના નું સંક્રમણ વધ્યું હતું જેને પગલે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 23 નવેમ્બર થી 7 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું જેનો સમયગાળો 7 ડીસેમ્બર ના રોજ પૂર્ણ થઇ ચૂકયો છે ત્યારે ફરી એક વખત સરકારે જાહેરાત કરી છે અને lockdown કર્યું એ આવ્યુંલોકડાઉન કરફયુ ને લંબાવવામાં આવ્યું છે.

નવી જાહેરાત મુજબ વડોદરા, રાજકોટ અને સુરતમાં જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.

અમદાવાદમાં 31 ડીસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે આ માહિતી અમદાવાદ જિલ્લાના પોલીસ કમિશનર દ્વારા 6 ડીસેમ્બર નાં રોજ આપવામાં આવી હતી અને સાથે નવું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.

જોકે આગામી દિવસોમાં કોરોનાની વેક્સિન આવી જશે એવા સંકેતો મળી રહ્યા છે અને હાલ ગુજરાતમાં કોરોના નો રિકવરી રેટ પણ સારો જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યાં સુધી ગુજરાતની અંદર કોરોના ની પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી ચાર મહાનગરો ની અંદર રાત્રી કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવશે એવી માહિતી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી.