khissu

આટલી મોટી બુલેટ થાળી ખાઈ ગયો માત્ર ૬૦ મિનિટમાં, ૧.૬૫ લાખનું ઇનામ જીતી લીધું

બુદ્ધિશાળી લોકો પોતાનો ધંધો ચલાવવા અવનવા પ્રયોગો કરતા હોય છે. પોતાની આવી સૂઝબૂઝને કારણે આવા લોકો પોતાના ધંધાને ટોચ પર લઈ જાય છે. આવીજ એક ઘટના સામે આવી છે જ એક હોટલ માં જમવાની થાળી પુરી કરવા પર 'રોયલ એનફિલ્ડ' જેવું મોંઘુ ઇનામ આપવામાં આવે છે.


જી હા મિત્રો, પુણે માં આવેલી શિવરાજ હોટલ પોતાના ગ્રાહકોને આકર્ષવા અનોખી ઓફર લઈને આવી છે. હાલમાં કોરોનાકાળ દરમિયાન રેસ્ટોરન્ટના ધંધામાં ભારે નુકસાન થયું છે. તેથી ગ્રાહકોને આકર્ષવા આ પ્રકારની ઓફર લાવી છે. 


આ ઓફર મુજબ ગ્રાહકોએ એક ૪ કિલોની નોન-વેજની થાળીને ૬૦ મિનિટમાં ખાઈને પૂર્ણ કરવાની રહેશે. જોકે આ એક મુશ્કેલભરી ચેલેન્જ કહેવાય પરંતુ લોકો ઘણા ઉત્સાહ સાથે આ ચેલેન્જ પુરી કરવા માટે આવે છે. ચેલેન્જ પુરી થવા પર ૧.૬૫ લાખની કિંમતની રોયલ એનફીલ્ડ બુલેટ ઇનામ તરીકે મળશે.


આ ઓફર થી આકર્ષાઈને સોલપુર મહારાષ્ટ્રના સોમનાથ પવારે પ્રતિયોગિતામાં ભાગ લીધો અને ખરેખર બન્યું પણ એવું. તેમણે ૬૦ મિનિટથી પણ ઓછા સમયમાં આખી 'બુલેટ થાળી' ને સપાટ કરી ગયા અને ૧.૬૫ લાખની રોયલ એનફીલ્ડ જીતી લીધી.