khissu

ડુંગળીનાંં ભાવમાં મોટો ઘટાડો: જાણો આજનાં ડુંગળીના ભાવ, ભાવ વધશે કે ઘટશે ?

ડુંગળીમાં સતત મંદીનો માહોલ ચાલી રહ્યો છે. લાલ ડુંગળીના જે ભાવ વધીને ગયા મહિને રૂ. ૭૦૦ ની સપાટી ઉપર પહોંચી ગયા હતાં, તે હાલમાં ઘટીને રૂ. ૩૦૦ ની અંદર આવી ગયા છે અને નબળી ડુંગળીના ભાવ રૂ. ૫૦ સુધી ઘટી ગયાં છે. આમ, લાલ ડુંગળીના ભાવમાં હવે તળિયું નજીક દેખાય રહ્યું છે. આ મહિનાના અંતમાં આવકોનું પ્રમાણ વધશે તો ભાવમાં હજી પણ મણે રૂ. ૫૦ નો ઘટાડો આવી શકે છે. 

સફેદ ડુંગળીની બજારમાં હવે બહુ ઘટાડો થાય તેવું લાગતું નથી. હાલ સારી ડુંગળીના ભાવ રૂ. ૨૫૦ આસપાસ ચાલી રહ્યા છે, તેમાં જો એક સાથે આવકો વધી જશે તો ભાવમાં રૂ. ૫૦ નો ઘટાડો આવી શકે છે, પંરતુ વધારે ઘટાડો થાય તેવું દેખાતું નથી. સફેદમાં હાલ તમામ યાર્ડોમાં મર્યાદીત આવકો લાવવાની છૂટ છે અને ખેડૂતો પણ જો ઓછી-ઓછી ડુંગળી લાવશે તો બજારો ઝડપથી ઘટશે નહીં. 

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-    

(૧) લાલ કાંદા ન લાવવા અંગે જાહેર જાણ: બજાર સમિતિ મહુવામાં લાલ કાંદા ની આવક લેવાનો સમય પુરો થઈ ગયેલ હોવાથી, તા. ૧૪/૦૩/૨૦૨૧ ને સાંજે ૯ વાગ્યેથી લાલ કાંદાની આવક બંધ કરવામાં આવશે. ત્યારબાદ ૧૬/૩/૨૦૨૧ ને મંગળવારના રોજ સવારે ૯;૦૦ થી રાત્રે ૯:૦૦ લાલ કાંદાને પ્રવેશ આપવામાં આવશે. જેની તમામ ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓએ નોંધ લેવી.

(૨) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ તથા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદાની આવક લેવાનો સમય આજરોજ સવારનાં ૯/૦૦ કલાકે પુરો થઈ ગયેલ છે. હવે પછી સફેદ કાંદા આજરોજ તા. ૧૫/૦૩/૨૧ સોમવાર રાત્રીનાં ૯.૦૦ થી મંગળવાર સવારનાં ૯/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી.

તા.૧૩/૦૩/૨૦૨૧ ને શનિવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં રૂ. ૪૪૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૧૮૯ બોલાયો હતો. 

તા. ૧૩/૦૩/૨૦૨૧ને શનિવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 387

ભાવનગર :- નીચો ભાવ 175 ઉંચો ભાવ 315

ગોંડલ :- નીચો ભાવ 101 ઉંચો ભાવ 261

વિસાવદર :- નીચો ભાવ 40 ઉંચો ભાવ 156

જેતપુર :- નીચો ભાવ 221 ઉંચો ભાવ 241

પાલીતાણા :- નીચો ભાવ 180 ઉંચો ભાવ 300

જસદણ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 200

મોરબી :- નીચો ભાવ 60 ઉંચો ભાવ 200 

સુરત :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 400

દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 440 

તા. ૧૩/૦૩/૨૦૨૧ને શનિવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 111 ઉંચો ભાવ 189 

ભાવનગર :- નીચો ભાવ 126 ઉંચો ભાવ 159

તા. ૧૫/૦૩/૨૦૨૧ને આજનાં લાલ ડુંગળીના ભાવો :-

મહુવા :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 300 

ભાવનગર :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 306

તા. ૧૫/૦૩/૨૦૨૧ને આજનાં સફેદ ડુંગળીના ભાવો :-

મહુવા :- નીચો ભાવ 130 ઉંચો ભાવ 195 

ભાવનગર :- નીચો ભાવ 131 ઉંચો ભાવ 153

મહુવા ખેતીવાડી બજાર સમિતિ દ્વારા 'સૌરાષ્ટ્રનાં સફેદ કાંદા ઉત્પાદક ખેડુતો જોગ મહત્વનો સંદેશ'

આદરણીય ખેડુતભાઈઓ,

જય કિસાન સાથ સફેદ કાંદાનાં ઉત્પાદક ખેડુતોને જણાવવાનું કે, હાલમાં સકંદ કાંદા મહુવા માર્કેટીંગ યાર્ડમાં વેચાણ માટે આવી રહયા છે જેના ડીહાઈડ્રેશન કારખાના માટેના ભાવ રૂ. ૧૩૦ થી ૧૬૦ જેટલા ૨૦ કિલોનાં મળી રહયા છે. આ ભાવથી ખેડુતોને માત્ર પડતર કિંમત મળે છે કોઈ નફો નથી મળતો, ખેડુતને મણદીઠ રૂ ૨૦૦ આસપાસ ભાવ મળે તો તેને આવક થઈ શકે અને જેમણે મહેનત કરીને ડુંગળી પકવી છે તેવા પરિવારનું પોષણ થઈ શકે.

આ સાથે સૌ ખેડૂતભાઈઓને આ બાબતે મહત્વની વાત જણાવવાની કે આગામી ૧૦૦ દિવસ માટે સફેદ કાંદાનું ડીહાઈડ્રેશન થવાનું છે જેને માટે એક કરોડ થેલી જેટલા સફેદ કાંદાની જરૂરીયાત રહેશે. આ જરૂરીયાત મહુવામાં ચાલતા કારખાના માટેની છે. આ ઉપરાંત ગોંડલ, ઉના વિગેરે વિસ્તારની જરૂરીયાત અલગ છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને મહુવા વિસ્તારનાં પાકનો અંદાજ કાઢતા કાંદા જરૂરીયાત કરતા ઓછા હોવાનું અનુમાન છે. માત્ર એક જ સમયે વધુ આવક થતી હોવાથી ભાવો દબાય છે, ડીહાઈડ્રેશનનાં પાકા માલનાં ભાવ કિલો રૂ. ૧૦૦ ઉપરાંત છે. જે મુજબ કાંદાનો ભાવ રૂ.૧૮૦ થી ૧૯૦ જેટલો હોવો જોઈએ. વિશેષમાં જાન્યુઆરી/ફેબ્રુઆરીના અંત સુધી પાકા માલનો કોઈ સ્ટોક થયેલ નથી. જેની પાલાખાધ રહેશે.

ઉપરોકત કારણોસર કાંદાનાં વર્તમાનમાં ચાલતા ૧૩૦ થી ૧૬૦ નીચા ભાવો છે તેમાં જો ખેડૂતો ધીરજપુર્વક કાંદા વેચાણ માટે લાવે તો ભાવો સુધરી શકે, હાલની પરિસ્થિતિ અનુસંધાને એવું તારણ કહી શકાય કે આ સમગ્ર સીઝન આગામી ત્રણ મહિના માટે ચાલનાર છે અને એક કરોડ થેલીની માંગ રહેવાની છે તે વાસ્તવીકતા છે અને તે વાત ધ્યાનમાં લેતા ખેડુતો ધીરજ રાખે તો ઉંચા ભાવો મળી શકે તેમ છે. સમગ્ર રીતે જોતા ખેડુતોને જણાવવાનું કે કાલ કાંદા સંયમપુર્વક વેચાણ માટે લાવવા, એક દિવસમાં એક કરતા વધારે વાહન વેચાણ માટે ન મોકલવું. જેમાં કાંદામાં ચેપા કે બગાડ થાય તેમ ન હોય અને બગડશે નહીં તેમ લાગતુ હોય તેવા કાંદા ખેતરના શેઢ લુઝ અથવા પ્લાસ્ટીકની થેલીમાં ભરીને મુકીને રાખી શકાય. મહુવા, રાજુલા તથા    સાવર કુંડલા વિસ્તારનાં કાંદા મજબુત અને ટકાઉ હોય તેઓ સંગ્રહ માટે પણ રોકી શકે,

અંતમાં ખેડૂતો પોતાનાં લોહી પરસેવો વહાવીને મહેનત કરીને ડુંગળી પકવે છે તે જો વેચવામાં સુઝ અને ધીરજપૂર્વક સમજી વિચારીને થોડુ જોખમ ખેડીને વેચાણ માટે આયોજન કરે તો આ જણસીમાં ગયા વરસની જેમ આ વરસે પણ ઉંચા ભાવો મળી શકે તેવું છે. કારણ કે આ કાંદાનું ડીહાઈડ્રેશન થઈ વિદેશ નિકાસ થાય છે. વિદેશનાં લોકોને તો પાકો માલ લેવો જ છે. તેમના માટે ભાવ ગૌણ છે. આપણા નિકાસકારો અંદરો અંદરની હરીફાઈ ટાળીને પાકા માલનું ચોકકસ ભાવ નીચે વેચાણ ન કરે તો કારખાનેદારો અને ખેડતો બન્ને સાફ કમાઈ શકે છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ કાંદાનું દરરોજનું લગભગ ૧,૨૫,000 ( સવા લાખ ) થેલીનું વેચાણ થાય છે. આગામી સપ્તાહથી એક દિવસ છોડીને એક દિવસ ( એકાંતરે ) આવક લેવાનું શરૂ કરવામાં આવશે. ખેડૂતોને વિનંતી કે યાર્ડની બહાર ઉભી ગાડીઓનું વેચાણ કરવાનું ટાળે જેથી નીચા ભાવે વેચવાનો વારો ન આવે ઉપરાંત રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર વિરતારનાં ખેડુતોને ખાસ વિનંતી છે કે સારા માલ કે જે બગડે તેમ ન હોય તેને રૂ. ૧૫૦ થી ઓછા ભાવે ખેતર બેઠા વેચાણ ન કરવા. ખેતરમાં પડેલ કાંદાનાં તમે માલિક છો, વેચાણ માટે જેવી ગાડી ભરાણી તુરત જ બાજી તમારા  ઠાથમાંથી સરી જવાની છે. ખેડૂતોની સમજણપૂર્વકની મકકમતા તેને રાફળતા અપાવી શકે . જેથી ગણતરીપૂર્વકનું જોખમ ખેડીને જયારે આપણે કંઈક રળવા માટે ડુંગળી પકાવી છે તો તેનો લાભ પણ મેળવીએ, અન્યથા આપણે બીજા માટે જ મહેનત કરીએ છીએ, આપણા પરીવાર માટે નહી, તેવો ઘાટ થશે.

આશા રાખું છું કે ખેડુતો પોતાની મહેનતને પાણીમાં નહીં જવા દે અને ધીરજ અને સમજણપુર્વક આયોજન કરશે .