khissu

આધારકાર્ડ ધારકો માટે મોટાં સમાચાર: UIDAI અને IPPB ની નવી પહેલ, હવે ઘરે બેઠાં જ થઈ જશે આ કામ

હવે તમે ઘરે બેઠાં પોસ્ટમેનની મદદથી આધારકાર્ડ સાથે સંકળાયેલ મોબાઇલ નંબરને અપડેટ કરી શકો છો. આઈપીપીબી (India Post Payments Bank- IPPB) અને  યુઆઈડીએઆઇ (Unique Identification Authority of India- UIDAI) એ એવી વ્યવસ્થા કરી છે કે જેથી આધારકાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા તેમના મોબાઇલ નંબરને અપડેટ કરી શકે. દેશભરમાં 1.46 લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક (Grameen Dak Sevak- GDS) તેમજ 650 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) નેટવર્ક દ્વારા લોકોને આ સેવા પૂરી પાડવામાં આવશે.

UIDAI ના સીઈઓ સુભાષ ગર્ગે કહ્યું કે આ પહેલથી દેશવાસીઓને તેમના આધારકાર્ડમાં તેમનો મોબાઇલ નંબર અપડેટ કરવામાં ઘણી મદદ મળશે. આ સાથે, લોકોને ઘરે બેઠાં સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ મળશે.

દૂરસ્થ વિસ્તારો સુધી પહોંચશે આ સુવિધા:
આઈપીપીબીના એમડી અને સીઈઓ જે વેંકટારામુએ આ સુવિધાના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે આનાથી અમારી દૂરસ્થ વિસ્તારોમાં પહોંચ થશે અને ડિજિટલ આધારકાર્ડમાં ભૂલો સુધારવાની પ્રક્રિયા હવે વધુ સરળ થઈ જશે.

આ સેવા માટે પોસ્ટમેનને સ્માર્ટ ફોન આપવામાં આવશે.
આ કામ માટે ટપાલ વિભાગ પોસ્ટમેનને હાઇટેક સ્માર્ટ ફોન આપવામાં આવશે. આ સ્માર્ટ ફોનમાં ખાસ સોફ્ટવેર એપ્લિકેશનની મદદથી તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકાશે. આ કામ માટે પોસ્ટમેનને યોગ્ય તાલીમ આપવામાં આવશે. તાલીમ પામેલા પોસ્ટમેન ઘરે ઘરે જઈને આધાર કાર્ડને અપડેટ કરશે.

હવે તમે ઘરે બેઠાં જ પોસ્ટમેનની મદદથી તમારા આધાર કાર્ડનો મોબાઇલ નંબર અપડેટ કરી શકશો. આ સાથે, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સુવિધાઓનો લાભ મળશે (એલપીજી મનરેગાના નાણાં પણ તેમના ખાતામાં સીધા જ આવશે). આઈપીપીબી અને યુઆઈડીએઆઇ પોસ્ટમેનને આધારકાર્ડ ધારકોના મોબાઇલ નંબર અપડેટ કરવાની મંજૂરી આપશે. હાલમાં, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ફક્ત મોબાઈલ નંબર અપડેટ કરવાની સેવા પ્રદાન કરી રહી છે, પરંતુ ટુંક સમયમાં આ સેવા દ્વારા બાળકોનાં આધાર પણ બનાવવામાં આવશે. 

IPPB શું છે?
આઈપીપીબી (India Post Payments Bank- IPPB) પોસ્ટ ઓફિસ વિભાગ હેઠળ આવે છે, તેને 2018 માં લોન્ચ કરવામાં આવી હતી. આ બનાવવાનો હેતુ એક સામાન્ય નાગરિકને વિશ્વસનીય અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી બેંક બનાવવાનો હતો. હાલમાં આઈપીપીબી એકમાત્ર મોબાઇલ અપડેટિંગ સર્વિસ પ્રોવાઇડર છે. તે લોકોની બેંક સંબંધિત સમસ્યાને 13 ભાષાઓમાં હલ કરે છે.

આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર રજીસ્ટર શા માટે જરૂરી છે?
UIDAI ભારતીય લોકોને આધાર કાર્ડ આપે છે, જેમાં 12 અંકનો ઓળખ નંબર હોય છે. આજનાં સમયમાં અનેક પ્રકારની કાર્યવાહી અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ રાખવું ખૂબ જરૂરી છે. આધાર કાર્ડ ન હોવાથી ઘણી સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. આ સિવાય સીમ કાર્ડ મેળવવા, બેંકમાં ખાતું ખોલવા, ઈન્કમ ટેકસ રિટર્ન ભરવા, રાશન મેળવવા અથવા ઈ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા સહિતના ઘણા કામમાં આધાર કાર્ડ જરૂરી છે, તેથી આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર રજીસ્ટર હોવો ખુબ જરૂરી છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.