khissu

Axis Bank ના ગ્રાહકોને મોટો ઝટકો: મિનિમમ બેલેન્સ, SMS, સેલેરી અકાઉન્ટ, રોકડ ઉપાડ વગેરે નિયમો બદલાયા, જાણો બદલાયેલાં નવા નિયમો

એક્સિસ બેંક (Axis Bank) ના ગ્રાહકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. એક્સિસ બેંક (Axis Bank) દ્વારા તેના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે 1 મેથી અમલમાં આવશે. આ નિયમોમાં, રોકડ ઉપાડ (Cash withdrawals), એસએમએસ (SMS) સુવિધા અને ખાતામાં ન્યૂનતમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) સંબંધિત ઘણી બાબતો છે. એક્સિસ બેંક (Axis Bank) ના ખાતામાં લઘુતમ રકમ ન રાખવા બદલ દંડની જોગવાઈ છે, જે અન્ય બેન્કો કરતા ઘણી વધારે છે.

મિનિમમ બેલેન્સ કેટલું જરૂરી?
દર મહિને એક્સિસ બેંકના ખાતામાં મિનિમમ બેલેન્સ (લઘુતમ રકમ) રાખવામાં આવતી હતી તે હવે વધારી દેવામાં આવી છે. એક્સિસ બેંકના ખાતેદારોએ પોતાના ખાતામાં 15 હજાર મિનિમમ બેલેન્સ રાખવું પડશે, એટલે કે 1 મેથી એક્સિસ બેંકના ખાતામાં ઓછામાં ઓછા 15 હજાર રૂપિયા રાખવા પડશે. અગાઉ આ રકમ 10 હજાર રૂપિયા હતી. તેમજ પ્રાઇમ અને લિબર્ટી બ્રાન્ડ સેવિંગ એકાઉન્ટ માટે 25 હજાર રૂપિયાની ન્યૂનતમ બેલેન્સ નક્કી કરવામાં આવી છે. અગાઉ આ રકમ 15 હજાર રૂપિયા હતી. જો આટલા પૈસા ખાતામાં નહીં રાખવામાં આવે તો 100 રૂપિયા દીઠ 10 રૂપિયા દંડ વસુલવામાં આવશે.

દંડ કેટલો થશે?
ઉદાહરણ તરીકે, 1 મે થી જો તમારા એકાઉન્ટમાં એક મહિનામાં સરેરાશ 5 હજારથી 7500 રૂપિયા જમા રહેશે, તો બેંક તમારી પાસેથી 800 રૂપિયાથી વધુનો ટેક્સ લેશે. જો આપણે એક્સિસ બેંકના આ ચાર્જ પર નજર કરીએ તો તે એચડીએફસી બેંક (HDFC Bank) અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) કરતા પણ વધારે છે. એચડીએફસી બેંક (HDFC Bank) માં અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) ના બચત ખાતામાં ન્યુનતમ બેલેન્સ જાળવણીનો ચાર્જ 600 રૂપિયા છે. પરંતુ એક્સિસ બેંકે (Axis Bank) તેને વધારીને 800 રૂપિયા કરી દીધો છે. એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેંકે દર મહિને ઓછામાં ઓછાં 10 હજાર રૂપિયા જમા રાખવા પડે છે.

રોકડ ઉપાડ (Cash withdrawals) પર કેટલી ફી?
એક્સિસ બેંક દર મહિને 2 લાખ રૂપિયા સુધીના 4 ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની છુટ આપે છે. જ્યારે આ નિયમ ભંગ થાય છે, ત્યારે બેંકમાંથી દર 1 હજાર ઉપાડ માટે 5 રૂપિયા વસુલવામાં આવે છે. જે 1 મે થી આ રકમ બમણી કરવામાં આવી રહી છે. જો કોઈપણ વ્યવહાર ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદાથી પુરી થયા બાદ, તમારે 1 હજાર દીઠ 10 રૂપિયા ચૂકવવા પડશે. એચડીએફસી (HDFC Bank) અને આઈસીઆઈસીઆઈ બેંકે (ICICI Bank) આ ચાર્જ ફક્ત 5 રૂપિયા રાખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાંઝેક્શન પર લાદવામાં આવેલી પેનલ્ટી એટલી વધારી દેવામાં આવી છે કે જેથી લોકો એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનું ટાળે અને ઓનલાઇન પેમેન્ટનો વધુ આગ્રહ રાખે.

એસએમએસ (SMS) ફી કેટલી?
એક્સિસ બેંકે એસએમએસ (SMS) ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. પહેલાં દર મહિને એસએમએસ ચાર્જ તરીકે 5 રૂપિયા લેવામાં આવતા હતા, પરંતુ હવે તમારે દરેક એસએમએસ પર 25 પૈસા ચૂકવવા પડશે, જે એક મહિનામાં વધુમાં વધુ 25 રૂપિયા લેવામાં આવશે. આ નિયમ 1 જુલાઇથી અમલમાં આવશે. આ નિયમમાં ઓટીપી (OTP) અને પ્રમોશનલ સંદેશા શામેલ નથી. ટેલિકોમ રેગ્યુલેટરી દ્વારા એસએમએસ વિશે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેના કારણે બેંકે મેસેજના નિયમોમાં ફેરફાર કર્યા છે.

સેલેરી ખાતા (Salary Account) ના નિયમમાં પણ ફેરફાર :- જો તમે પગાર ખાતું (Salary Account) એક્સિસ બેંકમાં છે તો આ નિયમના કારણે તમને નુકસાની થઈ શકે છે. જો તમારા 6 મહિના જુના સેલેરી ખાતા (Salary Account)માં પગાર આવતો નથી તો તમારી પાસે દર મહિને 100 રૂપિયા ફી લેવામાં આવશે. નિષ્ણાતો જણાવે છે કે નોકરી છોડ્યા પછી, પગાર ખાતું કાં તો બંધ કરવું જોઈએ અથવા તો તેને બચત ખાતામાં બદલવું જોઈએ. જો એક્સિસ બેંકના પગાર ખાતામાં સતત 17 મહિના સુધી પગાર ન આવે, તો 18 મા મહિને 100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.