khissu

Axis Bank ના ગ્રાહકોને મોટો ઝટકો: 1લી જુલાઈથી બેંકના નવા નિયમો લાગુ, જાણી લો આ નિયમો નહિતર થશે નુકસાન

જો તમારું ખાતું પણ એક્સિસ બેંકમાં છે, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. બેંક આવતા મહિનાથી પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આવતા મહિનાથી એસએમએસ (SMS) ચેતવણી સેર્વિસ માટે તમારે પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચવા પડશે. એક્સિસ બેંક આવતા મહિનાથી એસએમએસ એલર્ટ પર ચાર્જ વધારશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ બેંકે બચત ખાતા પર ઘણા પ્રકારના ચાર્જ વધાર્યા હતા. ચાલો તમને જણાવીએ કે આવતા મહિનાથી તમારે એસએમએસ (SMS) એલર્ટ પર કેટલો ચાર્જ ચૂકવવું પડશે.

કેટલો ચાર્જ ચુકવવો પડશે?
જુલાઈ 2021 થી એક્સિસ બેંકના ગ્રાહકો પાસેથી દરેક એસએમએસ ચેતવણી માટે 25 પૈસા અથવા તો મહત્તમ 25 રૂપિયા પ્રતિ માસ ઉસુલવામાં આવશે. પ્રમોશનલ (પ્રચાર) માટે મોકલેલા એસએમએસ અને વ્યવહારના પ્રમાણીકરણ કરવા માટે મોકલેલા ઓટીપી (OTP) નો સમાવેશ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા રજૂ કરવામાં આવેલી નવી સિસ્ટમને ધ્યાનમાં રાખીને બેંકે એમએમએસ ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા એક્સિસ બેંક દ્વારા દર મહિને મેસેજ પર 5 પૈસા વસૂલવામાં આવતા હતા, પરંતુ નવા નિયમ લાગુ થયા પછી તે સંદેશ દીઠ 25 પૈસા ઉસુલવામાં આવશે. એટલે એક એસએમએસ (SMS) દીઠ 20 પૈસા નો વધારો કરવામાં આવ્યો છે.

ગયા મહિને પણ નિયમોમાં ફેરફાર થયો હતો.
ગયા મહિને એક્સિસ બેંકે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા હતા જેમ કે ખાતામાંથી મિનિમમ બેલેન્સ, રોકડ ઉપાડ.  એક્સિસ બેંકે ન્યૂનતમ સરેરાશ બેલેન્સ મર્યાદામાં વધારો કર્યો હતો. બેંકની સરળ બચત યોજનાઓ સાથેના ખાતા માટેની ન્યૂનતમ બેલેન્સ આવશ્યકતા રૂ. 10,000 થી વધારીને 15,000 કરવામાં આવી હતી. તે જ સમયે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાઇમ અને લિબર્ટી બચત ખાતાઓ માટેની લઘુત્તમ બેલેન્સ આવશ્યકતા રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 કરવામાં આવી હતી. જો આટલા પૈસા ખાતામાં નહીં રાખવામાં આવે તો 100 રૂપિયા દીઠ 10 રૂપિયા દંડ વસુલવામાં આવશે.

ગયા મહિને સેલેરી ખાતાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
જો તમારું પગાર ખાતું (Salary Account) એક્સિસ બેંકમાં છે તો આ નિયમના કારણે તમને નુકસાની થઈ શકે છે. જો તમારા 6 મહિના જુના સેલેરી ખાતા (Salary Account)માં પગાર આવતો નથી તો તમારી પાસે દર મહિને 100 રૂપિયા ફી લેવામાં આવશે. નિષ્ણાતો જણાવે છે કે નોકરી છોડ્યા પછી, પગાર ખાતું કાં તો બંધ કરવું જોઈએ અથવા તો તેને બચત ખાતામાં બદલવું જોઈએ. જો એક્સિસ બેંકના પગાર ખાતામાં સતત 17 મહિના સુધી પગાર ન આવે, તો 18 મા મહિને 100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

એક્સિસ બેંકના ખાતામાંથી રોકડ ઉપાડવી પણ મોંઘી:- એક્સિસ બેંકમાંથી રોકડ ઉપાડવું પણ પહેલા કરતા વધુ મોંઘુ થઈ ગયું છે. એક્સિસ બેંક દર મહિને 4 એટીએમ ટ્રાન્ઝેક્શન અથવા 2 લાખ રૂપિયા સુધી મફત ટ્રાન્ઝેક્શન આપે છે. ત્યાર પછી, વધારાના વ્યવહારો પર ચાર્જ ઉસુલવામાં આવે છે. 1 મેથી ગ્રાહકોએ મફત મર્યાદા પુર્ણ થયા પછી દર 1000 રૂપિયાની રોકડ ઉપાડ માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.