khissu

Breaking News: ચીનમાં ફરી એક વાર લાગ્યું લોકડાઉન, સેંકડો ફ્લાઈટ રદ, શાળાઓને લાગ્યા તાળા

ઉત્તરી ચીનના ઘણા શહેરો અને પ્રાંતોમાં સેંકડો ફ્લાઇટ અચાનક રદ કરવામાં આવી છે. શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. ગુરુવારે પ્રવાસીઓના એક જૂથ પર નવા COVID-19ના કેસ ફેલાવવાની શંકા બાદ આ આદેશ આપવામાં આવ્યા છે.

સરકારે મોટા પાયે પરીક્ષણો કરવા માટે હુકમનામું પણ બહાર પાડ્યું છે. રાજધાની બેઇજિંગે શૂન્ય-કોવિડ નીતિ હેઠળ સરહદો બંધ કરી દીધી છે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લગાવ્યું છે.

ચીનમાં સ્થાનિક સંક્રમણનો કેસ લગભગ દબાઈ ગયો હતો. પરંતુ દેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં કેસો સતત વધી રહ્યા છે. આ નવા સંક્રમણ કેસની કડી એક વૃદ્ધ દંપતી સાથે સંબંધિત છે. જે પ્રવાસીઓના સમૂહનો ભાગ હતી. તેઓ શાંઘાઈ, શીઆન, ગાન્સુ પ્રાંત અને આંતરિક મંગોલિયાની મુલાકાતે હતા. તેમની મુસાફરીમાં, ઘણા વિસ્તારોમાંથી સંક્રમણના કેસ આવી રહ્યા છે. તે રાજધાની બેઇજિંગ સહિત લગભગ પાંચ પ્રાંત અને પ્રદેશોમાં ઘણા લોકોના સંપર્કમાં આવ્યા હતા.

આ ખુલાસા પછી, ઘણા શહેરોના સ્થાનિક સત્તાવાળાઓએ મોટા પાયે પરીક્ષણો કરવાની જાહેરાત કરી છે. તમામ પિકનિક સ્પોટ, ટુરિસ્ટ સ્પોટ, સ્કૂલ, સિનેમા હાઉસ બંધ કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. કેટલાક પ્રદેશોમાં અને 40 લાખની વસ્તી ધરાવતા શહેર લેન્ઝોઉમાં લોકોને ઘરની બહાર ન નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે લોકો બહાર જવા માગે છે તેઓએ પોતાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. તેમજ, એરપોર્ટ પણ બંધ હતા, જેના કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

આંતરિક મંગોલિયામાં એક નોટિસ પ્રકાશિત કરવામાં આવી છે કે શહેરમાં આવવા-જવા પર પ્રતિબંધ છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, આંતરિક માંગલીયામાં ફાટી નીકળવાના કારણે કોલસાની આયાત પર પ્રતિબંધ લાગી શકે છે, જેના કારણે ચીનમાં વીજળીનું સંકટ ઘેરાઇ શકે છે.

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.