khissu

શું શ્વાસ રોકીને કોરોના ટેસ્ટ કરી શકાય? શું તમે પણ આ વાયરલ વિડીયોના ફોર્મુલા પર ભરોસો કર્યો છે? જાણો આ વાયરલ વિડીયોની સંપુર્ણ હકીકત

દેશમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. હવે દુનિયામાં ભારત કોરોના નુ કેન્દ્ર બની ચૂક્યું છે. હોસ્પિટલોમાં ઓકસીજન ની તંગી જોવા મળી રહે છે, એવામાં શ્વાસ રોકીને ઓક્સિજનનું લેવલ તપાસવાનો એક ફોર્મ્યુલા સોશીયલ મીડીયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોર્મ્યુલા ની મદદથી તમે જાણી શકો છો કે તમને કોરોના છે કે નહિ. 

ઘણા ફેસબુક યૂઝર્સે 26 સેકન્ડ નો આ વીડિયો શેર કર્યો છે. જેમાં લોકોને 20 સેકન્ડ શ્વાસ રોકી રાખવા કહેવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો તમે 20 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમે કોરોના મુક્ત છો. સૂત્રો દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે આ વાઈરલ વિડિયો તદ્દન ખોટો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization -WHO) નાં જણાવ્યા અનુસાર કોઈપણ મુશ્કેલી વિના 20 સેકન્ડ અથવા વધુ સમય સુધી શ્વાસ રોકી રાખવો એનો અર્થ એવો નથી કે તમે ફેફસાના કોઈપણ રોગથી મુક્ત છો.

ગયા વર્ષે પણ કોરોના ની પહેલી લહેર દરમિયાન આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેમાં 10 સેકન્ડ શ્વાસ રોકીને કોરોના ટેસ્ટ કરવાનું કહેવાયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિને કોરોના રોગ અથવા ફેફસાના રોગ છે કે નહિ તે તપાસવા શ્વાસ રોકીને ટેસ્ટ કરવાનું કોઈ ક્લિનિક પેરામીટર નથી. મેરીલેન્ડ યુનિવર્સિટી નાં વાઇસ પ્રેસિડેન્ટ અને ચેપી રોગ વિભાગના નિષ્ણાંત ડૉ. ફેમ યુનુસ એ પણ આ વિડિયો અંગે સમાન અભિપ્રાય આપ્યો હતો. ગયા વર્ષે તેણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોરોના વાયરસ થી સંક્રમિત યુવાન દર્દીઓ 10 સેકન્ડ થી વધુ સમય શ્વાસ રોકી શકે છે જ્યારે વૃદ્ધ લોકો કોરોના થી સંક્રમિત નથી એ પણ આટલી ઘડી શ્વાસ રોકી શકે છે.

WHO નાં જણાવ્યા અનુસાર હાલમાં કોવિડ 19 ચેપના ત્રણ પ્રકારના ટેસ્ટ ચાલુ છે. પહેલો આર ટી પી સી આર જેમાં નાક અને મો દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. બીજું એન્ટીજન ટેસ્ટ જેમાં વાયરસ કે આઉટર પ્રોટીન ને ઓળખી શકાય છે. ત્રીજા ટેસ્ટમાં માણસ ની અંદર એન્ટીબોડી નવી બની છે કે નહિ તે જાણવા ટેસ્ટ કરવામાં આવે છે.

શ્વાસ રોકીને કોરોના સંક્રમણ ની જાણ ન થઈ શકે, ફેસબુક અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો તદ્દન ખોટો સાબિત થયો છે.

આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો. આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો અને અમારું Facebook ગ્રુપ ફોલો કરો.