સાવધાન! પૃથ્વી તરફ આવી રહ્યું છે સૌર તુફાન, જાણો ધરતી પર શું અસર થશે?

શક્તિશાળી સૌર તુફાન 1609344 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ સૌર તુફાન રવિવારે અથવા સોમવારે કોઈપણ સમયે પૃથ્વી સાથે ટકરાય શકે છે. વૈજ્ઞાનીકોએ ચેતવણી આપી છે કે આ તુફાનનાં કારણે સેટેલાઇટ સિગ્નલો બંધ થઈ શકે છે. જેથી વિમાન ફ્લાઇટ, રેડિયો સિગ્નલ, સંદેશા વ્યવહાર અને હવામાન ને અસર થઈ શકે છે.

આ પણ વાંચો:- વરસાદ એલર્ટ: ગુજરાતમાં ભારે વરસાદને લઈને મોટી મોટી આગાહી, જાણો કઈ તારીખે, ક્યાં?

16 લાખ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે તુફાન:- યુએસ સ્પેસ એજન્સી નાસાનાં અનુમાન મુજબ આ તુફાન 1609344 કીમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. નાસાની ચેતવણી મુજબ આ તુફાનની ગતિ વધુ પણ હોઈ શકે છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે જો અંતરિક્ષમાંથી ફરી વખત તુફાન આવશે તો ધરતીના તમામ શહેરોમાં વીજળી જઈ શકે છે.

પૃથ્વી પર તુફાન ની અસર શું હશે? 
સૌર તુફાનનાં કારણે પૃથ્વીનું બાહ્ય વાતવરણ ગરમ ગરમ થઇ શકે છે, જેની સીધી અસર સેટેલાઇટ પર પડશે. આનાથી GPS નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવીમાં દખલ થઈ શકે છે. જો કે આવું સામાન્ય રીતે ઓછું થાય છે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેની સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. તે ઉપરાંત કમ્પ્યુટર ઓટોમેશન પર આધારિત બન્યા છે તેથી આ વખતે સૌર તુફાનનું પરીણામ અગાઉના તુફાન ની સરખામણીમાં ઓછું ભયાનક સાબિત થશે.

આ પણ વાંચો:- પેટ્રોલ-ડિઝલ ભડકે બળ્યું, દરરોજ ઉઠતા વેત ભાવમાં વધારો, ગુજરાતની જનતા હેરાન

આ પહેલા પણ સૌર તુફાન આવ્યું હતું.
આ તુફાન પહેલી વખત નથી આવી રહ્યું, આ અગાઉ 1989 નાં વર્ષમાં પણ આ ઘટના બની હતી. તે સમયે તોફાનના કારણે કેનેડાના ક્યુબેક સિટીની વીજળી લગભગ 12 કલાક માટે જતી રહી હતી. જેના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. આના ઘણા વર્ષો પહેલા 1859 માં પણ જીયો મેગ્નેટિક તુફાન આવ્યું હતું. જેને યુરોપ અને અમેરિકામાં ટેલીગ્રામ નેટવર્ક નાશ કર્યા હતા.