khissu

ખીસ્સા પર વધુ એક પ્રહાર / પેટ્રોલ ડીઝલ બાદ CNG માં પણ ભાવ વધારો, જાણો શું રહ્યા આજે CNG અને પેટ્રોલ ડીઝલનાં ભાવ

દેશમાં અડધાથી વધુ રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ 100 નાં આંકડાને પાર કરી ચૂક્યો છે. બે દિવસ બાદ આજે પેટ્રોલ ડીઝલ ની કિંમત સ્થિર રહી હતી. એટલે કે આજે તેલ કંપનીઓ એ કિંમતમાં વધારો કર્યો નથી. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 100.56 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં 106.52 રૂપિયા પ્રતિ લીટર રૂપિયા છે.

દેશમાં સતત પેટ્રોલ ડીઝલનાં ભાવ વધી રહ્યા છે. સરકાર આંતરરાષ્ટ્રિય ભાવો વધવાના કારણને આગળ મૂકી પોતાના હાથ ઊંચા કરી રહી છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રિય સ્તરે પેટ્રોલની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે. જો કે મોદી સરકાર પોતાના ટેકસમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. શહેરના મોટા તમામ શહેરોમાં પેટ્રોલની કિંમત સદી ફટકારી ચૂકી છે. પરંતુ મોદી સરકાર ટેક્સ રૂપી મલાઈ ખાવામાં વ્યસ્ત છે. 

જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેટોલ ડિઝલના ભાવમાં ઘટાડો થાય છે ત્યારે મોદી સરકાર ટેકસમાં વધારો કરી નાખે છે. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં વધારો થાય ત્યારે ટેકસમાં ઘટાડો કરતી નથી. વર્તમાન સમયમાં સામાન્ય લોકોના ખીસ્સા પર પ્રહાર થઈ રહ્યા છે. બધી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે.

સદી ફટકારી ચૂકેલા પેટ્રોલ ડીઝલનાં ભાવની વચ્ચે CNGનાં ભાવમાં પણ વધારો થતાં સામાન્ય લોકોને પડતા પર પાટું છે. અમદાવાદમાં ગઇકાલે CNG નો ભાવ 68 પૈસા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. આ વધારા બાદ અમદાવાદમાં CNG નો ભાવ 55.30 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

1 જાન્યુઆરી 2021 થી 7 જુલાઈ સુધીમાં પેટ્રોલમાં 16.24 અને ડીઝલમાં 15.41 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. જુલાઈ મહિનામાં પેટ્રોલની કિંમતમાં ચાર વખત અને ડીઝલની કિંમતમાં બે વાર વધારો કરાયો છે. જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 16 વખત વધારો કરાયો હતો. જેમાં પેટ્રોલ 4.58 અને ડિઝલ 4.02 પ્રતિ લીટર મોંઘા થયા હતા.

તે ઉપરાંત રાજ્યો દ્વારા આ બંને ઇંધણો પર આકરો ટેકસ વસૂલાતો હોવાથી મોંઘવારીએ ભારતના મઘ્યમ વર્ગની કમર તોડી નાખી છે.