khissu

બજેટ ૨૦૨૧ ની સંપૂર્ણ માહિતી: જાણો બજેટમાં ક્યાં-ક્યાં ક્ષેત્રે કેટલો કેટલો ફાયદો ?

આજ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું બજેટ સંસદમાં રજૂ કર્યું જેમાં સવારે ૧૧ વાગયેથી બજેટની શરૂઆત કરી હતી. જોકે આ વખતેનું બજેટ કોરોના મહામારીને ધ્યાને રાખતાં ડિજિટલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં અલગ અલગ ક્ષેત્રો માટે અગાઉ નું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ક્યાં ક્ષેત્રે કેટલો કેટલો ફાયદો થયો તે નીચે મુજબ છે.


1) ગરીબો માટે શું જાહેરાત?


- ઉજ્જવલા ગેસ યોજનામાં હજી પણ 1 કરોડ વધુ મહિલાઓને સમાવી લેવામાં આવશે.

- વન નેશન વન રેશન કાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત ૩૨ રાજ્યોમાં અમલ કરવામાં આવશે જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકોને રાશનકાર્ડ બદલવું નહીં પડે.


2) ખેડૂતો માટે બજેટમાં શું જાહેરાત?


- ૨૦૨૨ સુધી માં સરકારની યોજનાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો થશે.

- ખેડૂતોની મહેનતનું ફળ જલ્દી મળે તે માટે ખેતપેદાશોની ખરીદીનું કામ ઝડપથી શરૂ થશે. ખેડૂતોએ કરેલા ખર્ચ કરતા દોઢ ગણી રકમ (MSP) આપવાના પ્રયાસ કરાશે. જેના માટે  ૧૦૦૦ APMC વધુ online કરાશે.

- જે પાકો ઝડપથી ખરાબ થઈ જાય છે તેવા ૨૨ પાકો નો ઓપરેશન ગ્રીન સ્કીમમાં સમાવેશ કરવામાં આવશે.

- એગ્રીકલ્ચર ઈન્ફાસ્ટ્રક્યર ફંડ સુધી APMC ની પણ પહોંચ હશે.

-  MSP મામલે મૂળભૂત પરિવર્તન થશે જેમાં દોઢ ગણી વધુ MSP આપવાનો પ્રયાસ કરાશે.

- ખેડૂતોને ૭૫ હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરી. જેમાં સિંચાઈ માટે ૫ હજાર કરોડ, દાળ પકવતા ખેડૂતો માટે ૧૦ હજાર કરોડ, અનાજ પકવતા ખેડૂતો માટે ૧.૭૨ લાખ કરોડ રૂપિયા ચૂકવાશે.

- પશુપાલન અને ડેરી ઉદ્યોગ ના વિકાસ માટે ૪૦ હજાર કરોડ ફાળવવામાં આવ્યા.

- ૨૦૨૧-૨૨ માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ ૧૬.૫ લાખ કરોડનો રાખવામાં આવ્યો છે.

- દેશમાં પાંચ નવા કૃષિ હબ બનાવવામાં આવશે. 
- કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનાવવામાંં આવશેે. 


3) હેલ્થ ક્ષેત્રે બજેટમાં જાહેરાત ?


- નાણામંત્રીએ બજેટમાં આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજના વિશે જાહેરાત કરી જે અંતર્ગત ૬૪,૧૮૦ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરી.

- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમૃત યોજનાને આગળ વધારવા માટે ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરી.

- મિશન પોષણ ૨.૦ ની જાહેરાત કરી અને કુપોષણને નાબૂદ કરવાના પગલાં લેવાશે.

- કોરોના સામે લડવા માટે કોવિડ ૧૯ વેકસીન વિકસાવવા ૩૫ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ ઉપરાંત કોવિડ ૧૯ સામે લડવા આત્મ નિર્ભર પેકેજ હેઠળ ૨૭.૧ લાખ કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી.


4) શિક્ષણ ક્ષેત્રે બજેટમાં શું જાહેરાત ?


- અનુસૂચિત જાતિના ૪ કરોડ બાળકો માટે ૬ વર્ષમાં ૩૫,૨૧૯ કરોડ રૂપિયા ફાળવશે.

- આદિવાસી વિસ્તારમાં ૭૫૦ એકલવ્ય મોડલની શાળાઓની સુવિધાઓમાં સુધારા કરવામાં આવશે.

- આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પણ આપવામાં આવશે.

- રાજ્ય સરકાર, પ્રાઇવેટ સેક્ટર અને NGO ની મદદથી ૧૦૦ નવી સૈનિક શાળાઓની શરૂઆત કરવામાં આવશે.

- લદાખમાં હાયર એજ્યુકેશન માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સીટી બનાવશે.


5) રેલવે ક્ષેત્રે બજેટમાં શું જાહેરાત ?



- રાષ્ટ્રીય રેલવે પરિયોજના ૨૦૩૦ થી શરૂ કરવામાં આવશે.

- ભારતીય રેલવે ના વિકાસ માટે  ૧,૧૦,૦૫૫ કરોડ રૂપિયાની ફાળવણી કરાશે.

- મેટ્રો ટ્રેન માટે ૧૧ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

- ટ્રેનમાં લકઝરી કોચ લગાવવામાં આવશે અને રેલવેનું ઇલેકટ્રીફિકેશન કરવામાં આવશે.


6) મોબાઇલ ક્ષેત્રે બજેટમાં શું જાહેરાત ?


- મોબાઈલ ડીવાઈસીસ પર કસ્ટમ ડ્યુટી ૨.૫ ટકા રહેશે જેથી મોબાઇલ અને ચાર્જર વગેરે મોંઘા થવાની  સંભવના રહેશે. આ ઉપરાંત બીજા ઇલેકટ્રીક ઉપકરણો પણ ખર્ચાળ બનશે.


7) ઓટો પાર્ટ્સ ક્ષેત્રે જાહેરાત ?


- ઓટો પાર્ટ્સ પર પણ કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી. જે વધારીને ૧૫% કરી દીધી જેથી ઓટો પાર્ટ્સ પણ મોંઘા થવાની શક્યતા છે.


8) સોનુ-ચાંદી અને અન્ય વસ્તુ માટે શું જાહેરાત ?


- સોના અને ચાંદી પર હાલ ૧૨.૫% કસ્ટમ ડ્યુટી છે, તેને રેશનલાઈઝ કરવામાં આવશે. જેથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે.

- આર્યન એન્ડ સ્ટીલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે જેથી મેટલ રિસાઈકલર્સને રાહત થશે.

- ખેડૂતોની મદદ માટે કોટન પર ૧૦%, રેશમના તાંતણા અને કાચા રેશમ પર ૧૫% કસ્ટમ ડ્યુટી લાગવાઈ.


9) ઇમ્સયોરન્સ અને બેન્કિંગ ક્ષેત્રે? 


- સરકારી બેન્કોમાં ૨૦ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને NPAમાંથી છુટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે.

- ઈન્શ્યોરન્સ એક્સમાં ૧૯૩૮માં ફેરફાર કરાશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં FDIને ૪૯%થી વધારીને ૭૪% કરવામાં આવશે.

- IDBI સાથે સાથે બે બેન્ક અને એક પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે. એ માટેના કાયદામાં ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત LIC માટે IPO પણ લાવવામાં આવશે.


આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે ખિસ્સું (Khissu) એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.