khissu

મોદી સરકારનો મોટો નિર્ણય: કોરોના 50 હજાર સહાય હવે સરળ બનશે, સહાય માટે ઓનલાઈન અરજી થશે

કોરોના મૃતકોના પરિવારોને સહાય: કોરોનાકાળમાં કોરોનાથી મૃત્યુ પામેલા તમામના લોકોના પરિવારને સરકારે 50 હજારની સહાય ચુકવવાની સરકારે જાહેરાત કરી હતી. જે બાદ ઘણો સમય વીતી ગયો છતાં સરકાર કોઈ પગલાં ન લેતાં સુપ્રીમ કોર્ટે સરકારને વળતર આપવા માટે દબાણ કર્યું હતું જે બાદ સરકારે મૃતકોના પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી હતી.

સહાય મેળવવા લાભાર્થીઓને મુશ્કેલી: સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 50 હજારની વળતર આપવા લોકો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ જેવાકે મૃતકનું મોત કોરોનાથી થયું છે કે કેમ તે અંગેનું સર્ટિફિકેટ, દર્દીના પરિવારના ડોક્યુમેન્ટ વગેરે અને આ સાથે એક અરજી ફોર્મ પણ ભરવાનું હોય છે. આ તમામ કર્યો માટે લાંબી લાંબી લાઈનો લાગી હતી અને લોકોએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુપ્રિમકોર્ટે કરી સરકારને ટકોર:  આ તમામ બાબતને ધ્યાને લેતાં સુપ્રીમ કોર્ટે સરકારને ફરી ટકોર કરી કહ્યું કે, લોકોને ખબર નથી કે, ક્યાં અધિકારી પાસે જવાનું છે? લાભાર્થીઓને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી છે આ ઉપરાંત ગામડાના લોકો માટે મુખ્યાલય સુધી પહોંચીને યોજનાનો લાભ લેવો મુશ્કેલ છે અને વચેટીયાઓ લાભ ઉઠાવી જાય છે. જેથી આ માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ હોવું જોઈએ કે જેથી ઓનલાઈન જ લાભાર્થી દાવો કરી શકે.

કેન્દ્ર સરકાર વિકસાવશે ઓનલાઈન પોર્ટલ: ત્યારે કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, ટૂંક જ સમયમાં વળતર માટેનું એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેમાં દાવેદાર ઓનલાઈન જ પોતાનો દાવો કરી શકશે. ઓનલાઈન પોર્ટલ તૈયાર થાય બાદ લાભાર્થીઓએ લાંબી લાંબી લાઈનોમાં ઉભું નહીં રહેવું પડે કે અધિકારીઓ પાસે ધક્કા પણ ખાવા નહીં પડે, ઓનલાઈન જ પોતાનો દાવો રજુ કરી શકશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.