khissu

કપાસના ભાવમાં મંદીનો માહોલ, જાણો કયા બોલાયો 1500 રૂપિયા ભાવ ?

કપાસની આવક સતત ચાલુ રહી છે પરંતુ તેમાં પણ ગત વર્ષની તુલનાએ ઓછી આવક છે. ઉત્પાદન ઓછું છે તેવા કારણોસર તો આવક ઓછી છે જ પરંતુ ખેડૂતો પણ ભાવ વધવાની આશાએ માલ સંગ્રહી રાખવાના મૂડમાં છે તેના લીધે હજુ થવી જોઇએ તેટલી આવક પણ થતી નથી. મગફળી અને કપાસ બન્નેમાં આવકો ધીમી ગતિએ જળવાયેલી રહી છે અને ભાવ પણ ટકેલા છે, ફક્ત રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ યાર્ડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આ સીઝનમાં સોયાબિનની સૌથી વધુ આવક નોંધાઇ છે.

હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો મોલ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં કપાસ, એરંડા, રાયડો સહિતના પાકના મોલનું ખરીદ - વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે પણ ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડાને કારણે કપાસના માલ માં મોટી નુકસાની થવા પામી છૅ જેને લઇ ઉત્પાદન માં પામ ઘટાડો નોંધાતા ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છૅ તો આ બચેલો કપાસ નો માલ પાટણ માર્કેટ યાર્ડ માં વેચાણ અર્થે લઇ જતા ભાવ પણ નીચા રહેતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છૅ તો બીજી બાજુ ચાલુ વર્ષે કપાસના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો
ગત વર્ષે ખેડૂતોને કપાસના રૂપિયા 1600 થી 1750 રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને સારા માલના રૂપિયા 1350 થી 1400 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.જેમાં ખેડૂતો ના ખેડ, ખાતર તેમજ મજૂરી પણ નીકળે તેમ નથી કપાસ નો ભાવ રૂપિયા 1500 થી 1600ના થાય તો ખેડૂતોને પોષાય તેમ છૅ.

ખેડૂતો મૂંઝવણમાં મુકાયા
પાટણ માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે પરંતુ ભાવ તળિયે ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે ગત વર્ષે કપાસના ભાવો હતા એના કરતાં પણ ચાલુ વર્ષે 150 થી 200 રૂપિયાનો ભાવ ઘટયો છે. જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે 1500થી વધુ નો ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે.

કપાસના બજાર ભાવ :

તા. 21/11/2023, મંગળવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ14001515
અમરેલી9701476
સાવરકુંડલા13501483
જસદણ13801505
બોટાદ13601529
મહુવા13091432
ગોંડલ13211486
કાલાવડ14001515
જામજોધપુર13801501
ભાવનગર13351452
જામનગર12001530
બાબરા13851535
જેતપુર13411521
વાંકાનેર1250152
મોરબી13501520
રાજુલા13001475
હળવદ13011511
વિસાવદર13001486
તળાજા13001461
બગસરા13001501
જુનાગઢ13601431
ઉપલેટા13901485
માણાવદર13701555
ધોરાજી13361451
વિંછીયા13801440
ભેંસાણ12001532
ધારી13751500
લાલપુર14241471
ખંભાળિયા13701475
ધ્રોલ13801505
પાલીતાણા13001421
સાયલા14001456
હારીજ13901463
ધનસૂરા12001400
વિસનગર12001472
વિજાપુર12001501
કુકરવાડા13801461
ગોજારીયા12801444
હિંમતનગર13111460
માણસા13311447
કડી13501472
પાટણ13251475
થરા13501451
તલોદ13681438
સિધ્ધપુર14001472
ડોળાસા13701470
ટિંટોઇ12501418
દીયોદર13501411
બેચરાજી13501400
ગઢડા13851497
ઢસા13751450
કપડવંજ12751300
ધંધુકા14221474
વીરમગામ12001440
ચાણસમા13001429
ખેડબ્રહ્મા13651486
ઉનાવા12001491
શિહોરી11751455
લાખાણી13901430
ઇકબાલગઢ13471444
સતલાસણા13001381