khissu

કપાસના ભાવમાં વધારો, 1750 નાં બોલાયા ભાવ, જાણો આજનાં (17/02/2023) નાં બજાર ભાવ

લગ્નગાળાની સિઝન વચ્ચે કપાસના ભાવ અથડાય રહ્યાં છે. વર્તમાન સંજોગોમાં રૂની બજારો ટકેલી હોવાથી કપાસમાં  મુવમેન્ટ નથી. વેપારીઓ કહે છેકે આગામી સપ્તાહે લગ્નગાળાની સિઝન પૂરી થાય બાદ હોળાષ્ટકમાં આવકો વધે તેવીધારણાં છે.

જ આવકો વધશે તો કપાસનાં ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૮૦થી ૯૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૦૦ થી ૧૬૫૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૪૦ થી ૧૬૮૦ના હતાં.

આ પણ વાંચો: કપાસની બજારોમાં મિશ્ર માહોલ, 1750 રૂપિયા ઊંચો ભાવ, જાણો કેવી છે કપાસની બજાર

કડીમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને કાઠીયાવાડની ૪૦થી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦થી ૧૬૭૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૨૦ થી ૧૭૦૦નાં હતાં.સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૮૪ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૭૩૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ મહુવામાં રૂ.૧૩૫૦ હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૭૨૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

17/02/2023 નાં કપાસના બજાર ભાવ વિશે વાત કરીએ તો 
ધ્રોલ યાર્ડ: 1434 થી 1632
ખેડબ્રહ્મા: 1550 થી 1641
મોરબી: 1525 થી 1685
હરસોલ: 1621 થી 1651
વિરમગામ: 1581 થી 1661
જાદર: 1635 થી 1670
રાજકોટ: 1545 થી 1698
બાબરા: 1655 થી 1730 
વાંકાનેર: 1300 થી 1681
વિસાવદર: 1551 થી 1661
આંબલીયાસન: 1200 થી 1640