khissu

કપાસનાં ભાવમાં તેજી: આજે 1868 રૂપિયા ઊંચો ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડો નાં ભાવ

દિપાવલી મહાપર્વના મિની વેકેશન બાદ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ પુનઃ ધમધમતું થયું છે. માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે કપાસ, એરંડા, રાયડો સહિત વિવિધ જણસોની મોટા પ્રમાણમાં આવકો શરૂ થઈ જવા પામી છે.

વિશ્વભરની બજારોમાં રૂના ભાવ જેના આધારે નક્કી થાય છે તે ન્યૂયોર્ક રૂ વાયદામાં ઉથલ પાથલનો દૌર શરૂ થયો છે. સટ્ટાખોરી તો ચાલતી જ હતી, પરંતુ અત્યારે રૂ વાયદામાં જે રીતે કામકાજ થઇ રહ્યું છે તે જોતા એટલું જરૂર સમજી શકાય છે કે, એ વધઘટ ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હોય પરંતુ તેની સીધી અસગ ગામડાંઓમાં યાર્ડોમાં વેચાઇ રહેલા કપાસની માર્કેટ પર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે.

હાલ સ્થિતિ એવી છે કે, આવકો જ નથી. ભલે જીનર્સોને ડીસ્પેરિટીનો ઇશ્યુ સતાવે છે પરંતુ બીજી તરફ જોઇએ તેટલી આવકો જ નથી. ખેડૂતોની ઊંચા ભાવની આશાએ કપાસ પર મજબૂત પક્કડ છે, તો પરપ્રાંતમાંથી પણ બહારનો કપાસ આવતો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના વાયદામાં થઇ રહેલી ઉથલ પાથલનો મુદ્દો જીનર્સોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે કપાસના ભાવમાં પ્રતિ મણે વધુ રૂ.20-25નો સુધારો જોવાતા એ ગ્રેડનો ભાવ રૂ.1750-1800 અને બી ગ્રેડનો ભાવ રૂ.1650-1750 બોલાયો હતો. પીઠાઓમાં કપાસની 1.64 લાખ મણની આવક નોંધાઇ હતી.

 

તા. 04/11/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16801810
અમરેલી13001799
સાવરકુંડલા16501785
જસદણ16801800
બોટાદ16401868
ગોંડલ15411816
કાલાવડ16001833
જામજોધપુર16501781
ભાવનગર16251776
જામનગર15001845
બાબરા16851795
જેતપુર10001831
વાંકાનેર16801839
મોરબી16901794
રાજુલા16601777
હળવદ16501799
વિસાવદર16651781
બગસરા17001794
જુનાગઢ16001741
ઉપલેટા16501790
માણાવદર16901835
ધોરાજી17311761
વિછીયા16501750
ભેંસાણ16501794
ધારી15051765
લાલપુર16711780
ખંભાળીયા16501727
ધ્રોલ16311782
દશાડાપાટડી16011710
પાલીતાણા16501740
સાયલા16751801
હારીજ17101781
ધનસૂરા15501670
વિસનગર15001762
વિજાપુર16501768
કુકરવાડા17011760
ગોજારીયા17101766
હિંમતનગર15811781
માણસા15511768
કડી16501789
મોડાસા15501687
પાટણ16351770
થરા17001761
તલોદ16851725
સિધ્ધપુર16431780
ડોળાસા15551800
ટિંટોઇ15501700
દીયોદર16601700
બેચરાજી16501721
ગઢડા1631774
ઢસા16701805
કપડવંજ14001450
ધંધુકા16601785
વીરમગામ17231765
જોટાણા14711676
ચાણસ્મા16111743
ખેડબ્રહ્મા17251750
ઉનાવા16951785
શિહોરી16701765
લાખાણી16701751
ઇકબાલગઢ16311718
સતલાસણા15001641
ડીસા15511610
આંબલિયાસણ16351731