khissu

કપાસના ભાવમાં તેજી યથાવત્: આજે (૨૪/૦૩/૨૦૨૧) ના કપાસના ભાવો જાણી વેંચાણ કરો થશે ૧૦૦% ફાયદો

ગઇકાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને એક લાખ મણની અને બીજા રાજ્યોની આવક સાવ ઓછી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીના મોટાભાગના જીનો બંધ થઇ ચૂક્યા છે. મજૂરો હોળીની રજામાં નીકળી ચૂક્યા છે એટલે હવે અહીં જીનોની ખરીદી ઘટી ગઇ હોવાથી કપાસના કોઇ ખાસ વેપાર થતાં નથી. મહારાષ્ટ્ર અને કાઠિયાવાડની કપાસની આવકો બહુ જ ઓછી હતી અને આજે કપાસના ભાવ મણે રૂ.10 થી 15 ઘટયા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મંગળવારે આવક ઘટીને 30 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1090 થી 1115 અને ઊંચામાં રૂ.1265 થી 1300 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ આજે રૂ.15 ઘટયા હતા.

આજે કપાસના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ રૂ.1345 બોલાયો હતો. અને 6 થી વધુ માર્કેટ યાર્ડમાં ભાવ 1300+ રહ્યા હતા.
હવે જાણી લઈએ આજનાં (24/03/2021, બુધવારના) ના બજાર ભાવ.

અમરેલી :- નીચો ભાવ 799 ઉંચો ભાવ 1345

સાવરકુંડલા :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1285

જસદણ :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1270

મહુવા :- નીચો ભાવ  885 ઉંચો ભાવ 1215

ગોંડલ :- નીચો ભાવ  1001 ઉંચો ભાવ 1296

જામજોધપુર :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1320

ભાવનગર :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1328

બાબરા :- નીચો ભાવ  1045 ઉંચો ભાવ 1335

જેતપુર :- નીચો ભાવ  1021 ઉંચો ભાવ 1300

વાંકાનેર :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1280

મોરબી :- નીચો ભાવ  1051 ઉંચો ભાવ 1245

રાજુલા :- નીચો ભાવ  850 ઉંચો ભાવ 1300

હળવદ :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1151

‌વિસાવદર :- નીચો ભાવ  993 ઉંચો ભાવ 1191

તળાજા :- નીચો ભાવ  1070 ઉંચો ભાવ 1175

માણાવદર :- નીચો ભાવ  970 ઉંચો ભાવ 1277

‌વિછીયા :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1270

લાલપુર :- નીચો ભાવ  1071 ઉંચો ભાવ 1300

હારીજ :- નીચો ભાવ  975 ઉંચો ભાવ 1000

‌વિસનગર :- નીચો ભાવ  700 ઉંચો ભાવ 1311

‌વિજાપુર :- નીચો ભાવ  1201 ઉંચો ભાવ 1325

કુકરવાડા :- નીચો ભાવ  1130 ઉંચો ભાવ 1270

‌હિંમતનગર :- નીચો ભાવ  1160 ઉંચો ભાવ 1258

માણસા :- નીચો ભાવ  1100 ઉંચો ભાવ 1318

કડી :- નીચો ભાવ  700 ઉંચો ભાવ 1290

સિધ્ધપુર :- નીચો ભાવ  1070 ઉંચો ભાવ 1325

‌ટિંટોઇ :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1160

ગઢડા :- નીચો ભાવ  1170 ઉંચો ભાવ 1300

ઢસા :- નીચો ભાવ  1130 ઉંચો ભાવ 1245

કપડવંજ :- નીચો ભાવ  950 ઉંચો ભાવ 1050

ધંધુકા :- નીચો ભાવ  1036 ઉંચો ભાવ 1210

ખેડબ્રહ્મા :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1150

ઉનાવા :- નીચો ભાવ  1021 ઉંચો ભાવ 1285

ઇકબાલગઢ :- નીચો ભાવ  1000 ઉંચો ભાવ 1101

દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.